
કડીમાં ગણેશ ચતુર્થી અને મોહરમના તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં યોજાયા શાંતિ સમિતિની બેઠક મળી
સમગ્ર ભારત દેશ તેમજ ગુજરાત રાજ્યમાં આગામી સમયમાં હિન્દુ-મુસ્લિમ સમાજના તહેવારો આવી રહ્યા છે. જે અનુસંધાને કડી પોલીસ દ્વારા હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો સાથે શાંતિ સમિતિની બેઠક કરવામાં આવી હતી. કડીમાં ગણેશ ચતુર્થી અને મોહરમ જેવા તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે બાબતે ચર્ચાઓ કરવામાં આવી હતી.સમગ્ર દેશ તેમજ રાજ્યની અંદર ગણેશ ચતુર્થી અને મોહરમ જેવા તહેવારો ધામધૂમપૂર્વક ઉજવવા જઈ રહ્યા છે ત્યારે દરેક સમાજના લોકોએ અત્યારથી જ આવનાર તહેવારોની તૈયારીઓને આખરી ઓપ આપી દીધો હોય તેવું જોવા મળી રહ્યું છે. ત્યારે કડી શહેરની અંદર ગણેશ ચતુર્થી અને મહોરમ જેવા તહેવારો કડી શહેરની અંદર શાંતિપૂર્ણ માહોલમાં અને ભાઈચારા સાથે યોજાય તે માટે કડી પોલીસ સ્ટેશન ખાતે પીઆઇ સિદ્ધાર્થ શ્રીપાલની આગેવાનીમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી.
કડી પોલીસ સ્ટેશન ખાતે શનિવારના સાંજના સમયે હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનોની શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં ગણેશ ચતુર્થી તેમજ મોહરમના તહેવારો શાંતિપૂર્ણ માહોલ અને ભાઈચારાથી યોજવામાં આવે તે બાબતે ચર્ચાઓ કરવામાં આવી હતી.સાથે સાથે શાંતિ સમિતિની બેઠકમાં કડી શહેરમાં વક્રતા ટ્રાફિક મુદ્દે પણ ચર્ચાઓ થઈ હતી. મહેસાણા જિલ્લાની ટ્રાફિક સલાહકાર સમિતિના પિનાકીન પટેલે ટ્રાફિકનો મુદ્દો ઉઠાવ્યો હતો. હાઇવે, ચારરસ્તા, ગાંધીચોક, ટાવર, પીરબોડી ઢાળ, ભાગ્યોદય ચોકડી જવા વિસ્તારમાં સાંજના સમયે ટ્રાફિકની સમસ્યા ઉદભવતી હોય તે માટે પીઆઇ સમક્ષ રજૂઆત કરી માણસો મૂકવા માટે અનુરોધ કર્યો હતો. તેમજ આ શાંતિ સમિતિની બેઠકમાં ગણેશ યુવક મંડળો તેમજ મોહરમ સમિતિના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.