
વિસનગરમાં કોપરસીટી મર્ચન્ટ એસોસિએશનની કારોબારી સભા યોજાઈ
વિસનગરમાં પાલડી ચોકડી ખાતે સમર્થ ડાયમંડ હોલમાં કોપરસીટી મર્ચન્ટ એસોસિએશનની મહા કારોબારી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિસનગર કોપરસીટી મર્ચન્ટ એસોસિએશન અને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના સયુંકત ઉપ્રકમે કાર્યકમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિસનગર કોપરસીટી મર્ચન્ટ એસોસિએશનના વેપારીઓને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સમાં જોડવા તેમજ બ્લડ બેન્કના લાભાર્થે આયોજિત નવરાત્રી મહોત્સવમાં દરેક વેપારી પરિવાર સહિત જોડાય તેવી અપીલ કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં વેપારીઓ હાજર રહ્યા હતા.વિસનગર સમર્થ ડાયમંડ હોલ ખાતે કોપરસીટી મર્ચન્ટ એસોસિએશન અને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના સયુંકત ઉપક્રમે મહા કારોબારી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ કારોબારી સભામાં અધ્યક્ષ તરીકે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના સિનિયર પ્રેસિડેન્ટ સંદીપ એન્જિનિયરની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સમાં 236 રૂપિયા નોમીની ભરીને બધા જ વેપારીઓ જોડાય તે માટે અપીલ કરવામાં આવી હતી. જેમાં કોપરસીટી મર્ચન્ટ એસોસિએશનના 1000થી વધુ વેપારીઓએ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સમાં જોડાવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
વિસનગરમાં કોપરસીટી મર્ચન્ટ એસોસિએશન, કોપરસીટી કોમર્શિયલ કો.ઓપ ક્રેડિટ સોસાયટી, અંતિમ વિસામો ટ્રસ્ટ, સ્વસ્તિક મિત્ર મંડળના સયુંક્ત ઉપક્રમે વોલેન્ટરી બ્લડ બેંકના લાભાર્થે નવરાત્રી મહોત્સવનું આયોજન 18થી 21 ઓક્ટોબર દરમિયાન કરવામાં આવ્યું હતું. જેમાં બ્લડ બેંકમાં નવી મશીનરી બેચ વસાવવા માટે આયોજન કરાયું છે. જેમાં કોપરસીટી મર્ચન્ટ એસોસિએશનના 76 એસોસિએશનના પ્રમુખ, મંત્રી સહિત સભ્યો આ નવરાત્રી મહોત્સવમાં ભાગ લે તે માટે તમામને અપીલ કરવામાં આવી હતી. જેમાં આ મહા કારોબારી સભામાં મોટી સંખ્યામાં વેપારીઓ જોડાયા હતા. જેમાં સમર્થ ડાયમંડ હોલની વ્યવસ્થા કરનાર સમર્થ ડાયમંડના બંધુઓનો કોપરસીટી મર્ચન્ટ એસોસિએશન દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.