ઊંઝા મામલતદારને ઊંઝા જૈન મહાજન દ્રારા આવેદનપત્ર આપ્યું
બનાસકાંઠા જિલ્લાના ભાભર ખાતે જૈન સાધ્વીજી ભગવંત પર થયેલ ઘટનાને લઈ વિરોધ નોંધાવી શ્રી ઊંઝા જૈન મહાજન ના પ્રમુખ સહિતના હોદ્દેદારો દ્વારા ઊંઝા મામલતદાર રેખાબેન રાવલને આવેદનપત્ર આપ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વમાં ભગવાન શ્રી મહાવીરના સત્ય પ્રેમ અને કરુણા અહિંસાના પાઠ પ્રસારવાનારા જૈન સમાજનાં સાધુ સાધ્વીજી ભગવંતોનો સિંહસ્થ ફાળો રહેલો છે.
ત્યારે તાજેતરમા ભાભર ખાતે જે સાધ્વીજી ભગવંતો ની ઊપર ધટના ઘટી છે. તેને સમસ્ત ઊંઝા જૈન મહાજન વખોડી કાઢે છે. અને આ ઘટનાના દોષિત તમામ શખ્સોને સત્વરે ધરપકડ કરી કડકમાં કડક સજા કરવા માગ કરાઈ છે. જેથી સમાજમાં દાખલો બેસે તેવી કાયૅવાહી થાય તેવી માંગ કરાઇ છે. આ આવેદનપત્રના કાર્યકમમાં શ્રી ઊંઝા જૈન મહાજનના પ્રમુખ રમેશભાઈ મધુભાઈ શાહ, મંત્રી નલીનભાઇ બાબુભાઈ શાહ, તેમજ રમેશભાઈ ઘેવરચંદ શાહ અને અલ્પેશભાઇ શાહ સહિતના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.