ઊંઝા તાલુકાના કરલી પાસે એસ.ટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો : સાત જણા ઘાયલ

મહેસાણા
મહેસાણા

ત્રણ જણાને વધુ સારવાર અર્થે ધારપુર ખસેડાયા: ઊંઝા તાલુકાના કરલી ગામ નજીક પસાર થઈ રહેલ મહુડી થરાદ એસ.ટી બસને સામેથી પૂરઝડપે આવી રહેલ ટ્રકના ચાલકે ટક્કર મારતાં ડ્રાઈવર સહિત સાત જેટલા મુસાફરોને ઇજાઓ પહોંચી હતી. જેમને સારવાર અર્થે ઊંઝા કોટેજ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. જ્યાંથી વધુ સારવાર અર્થે ધારપુર ખસેડવામા આવેલ છે. ઊંઝા પોલીસે એસ.ટી બસના કંડકટરના નિવેદનને આધારે ટ્રક ચાલક સામે ઊંઝા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. માહિતી અનુસાર વડગામ તાલુકાના માનપુરા ગામના શૈલેષ માનાભાઈ ચૌહાણ થરાદ ડેપોમાં એસ.ટી કંડકટર તરીકે ફરજ બજાવે છે.

જેઓ થરાદ મહુડી એસટી બસ લઇ ડ્રાઈવર સાથે નીકળ્યા હતા. જેઓ મહુડી જઇ વિસનગર થઈ એસટી બસ લઈ તા.૨ ઓગસ્ટના સવારના સમયે પરત ફરી રહ્યા હતા. દરમિયાન કરલી કરણપુર રોડ પર એસ.ટી બસ પસાર થઈ રહી હતી. સામેથી પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી આવી રહેલ ટ્રકના ચાલકે એસ.ટી બસને ટકકર મારતાં ડ્રાઈવર નિલેશભાઈ સહિત સાત જેટલા મુસાફરોને ઇજાઓ પહોંચી હતી. જેઓને સારવાર અર્થે ઊંઝા કોટેજ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. ત્રણ જણા ને વધુ સારવાર અર્થે ધારપુર ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ સંદર્ભે ઊંઝા પોલીસે એસ.ટી બસ કંડકટર શૈલેશ ભાઈ ચૌહાણના નિવેદનને આધારે ટ્રક ચાલક સામે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

ઇજાગ્રસ્તોની યાદી

(૧) ડ્રાઈવર નિલેશભાઈ ચૌધરી

(૨) કંડકટર શૈલેષભાઈ ચૌહાણ

(૩) પટેલ સંજયભાઇ શંકરલાલ

(૪) ચૌધરી દિનેશભાઈ મણિલાલ

(૫) મહેશપૂરી નાગબાવા

(૬) પટેલ મંગુબેન અમરતભાઈ

(૭) પટેલ અમરતભાઈ જોઈતારામ


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.