
વિસનગરની સાંકળચંદ પટેલ યુનિવર્સિટીમાં અમૃત કળશ યાત્રાનું આયોજન કરાયું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાન થકી ભારતના વીરોને વંદના કરવા માટે સમગ્ર દેશ રાષ્ટ્રભક્તિના રંગે રંગાયો છે. ત્યારે વિસનગરમાં આવેલ સાંકળચંદ પટેલ યુનિવર્સિટીમાં પણ NSS વિભાગ દ્વારા ‘મારી માટી-મારો દેશ’ અંતર્ગત અમૃત કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તમામ વિભાગમાંથી માટી અને ચોખા એકત્રિત કરવામાં આવ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા.
રાષ્ટ્રના વીર સપૂતોને વિશેષ રીતે ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપવાના અભિગમ સાથે શરૂ કરવામાં આવેલ મારી માટી મારો દેશ અંતગર્ત અમૃત કળશ યાત્રાનું સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના NSS વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં “માટીને નમન વીરોને વંદન” થકી દેશના અમર શહીદોના બલિદાનને સ્મરણ કરવામાં આવ્યા હતા અને તમામને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી. જેમાં સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના તમામ વિભાગોમાં આ અમૃત કળશ યાત્રા ફેરવવામાં આવી હતી.જેમાં તમામ વિભાગોમાંથી અમૃત કળશમાં માટી અને ચોખા એકત્રિત કરવામાં આવી હતી. જે આ અમૃત કળશને રાજધાની દિલ્હી ખાતે મોકલી આપી શહીદોને સન્માન અર્પણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં સંસ્થાના ચેરમેન પ્રકાશ પટેલ, પ્રોવોસ્ટ ડૉ.પી.એમ. ઉદાણી તથા રજીસ્ટર ડૉ. પરિમલ ત્રિવેદી સહિત તમામ વિભાગના સ્ટાફ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા.