વડનગરમાં ધૂમ્મસભર્યા વાતાવરણ વચ્ચે દૂધ વાહન પલટી મારી

મહેસાણા
મહેસાણા

રાજ્યમાં આગામી ચાર દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં મહેસાણા જિલ્લામાં ગઈકાલે બુધવારે તેમજ આજે ગુરૂવારે વહેલી સવારે પણ ધૂમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. જેના કારણે ક્યાંક વરસાદ તો ક્યાંક હળવું ઝાપટું પડ્યું હતું. જેમાં આજે વહેલી સવારે વડનગરમાં ધૂમ્મસભર્યા વાતાવરણ વચ્ચે એક દૂધ વાહન પલટી મારી ગયાની ઘટના પ્રકાશમાં આવી હતી.

મહેસાણા જિલ્લામાં ગઈકાલે સવારથી લઈને આજે વહેલી સવાર સુધી ધૂમ્મસભર્યું વાતાવરણ સર્જાયું હતું. ત્યારે જિલ્લાના તમામ તાલુકાઓમાં ક્યાંક ઝરમર વરસાદ પણ વરસ્યો હતો. ત્યારે આજે વહેલી સવારે જિલ્લાના વડનગરમાં સંગમ હોટલ પાસે પસાર થતું દૂધવાહન એકાએક રોડ પર પલટી મારી ગયું હતું.

ધૂમ્મસભર્યા વાતાવરણ અને ઝરમર વરસાદના કારણે ડ્રાઇવરે એકાએક કાબુ ગુમાવતા રોડની સાઈડમાં સ્લીપ મારી જતા દૂધવાહન પલટી મારી ગયું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ત્યારે અકસ્માતમાં દૂધવાહન ડિવાઇડર પર ચડી જતા આડું થઈ ગયું હતું. બાદમાં ક્રેન દ્વારા દૂધવાહનને રોડની સાઈડમાં ખસેડવામાં આવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.