
મહેસાણાના સોસામાં અમરપરા શુભલક્ષ્મી રોડનું કામ અધૂરું જોવા મળ્યુ
મહેસાણાના અમરપુરા રોડ ઉપર શુભલક્ષ્મી સોસાયટીમાં લોકભાગીદારી યોજનામાં સી.સી રોડનું કામ છેલ્લા એક મહિનાથી ધીમીગતિથી ચાલી રહ્યું છે.જ્યાં રોડ માટે લેવલ કરીને માટી પાથરી ત્યાં વરસાદ પડતાં થયેલા કિચડમાંથી રહીશોને પસાર થવું પડી રહ્યું છે.જેને લઇ હેરાન થઇ ઉઠેલા રહીશોએ નગરપાલિકા ખાતે દોડી આવી બાંધકામ ઇજનરે સમક્ષ હૈયાવરાળ ઠાલવી હતી.જેમાં તેઓએ કહ્યુ હતું કે એક મહિનાથી સોસાયટીમાં રોડકામ ચાલે છે પણ હજુ અડધું પણ કામ થયું નથી.માટીપુરાણ કરી લેવલ કરાયા પછી કામ આગળ વધતું નથી.આમ છેલ્લા કેટલાય મહિનાથી આવી હાલત હોઇ લોકોને આવનજાવનમાં તકલીફો પડી રહી છે.જેમા અમરપરા રોડથી લેવલ નીચું રહેતાં સોસાયટીમાં પાણી ભરાઇ શકે છે.આથી લેવલ ચકાસીને સત્વરે રોડનું કામ પૂર્ણ કરવા માંગ કરાઇ હતી.