
મહેસાણા જિલ્લામાં કાલે તમામ ગ્રામ્ય અને શેહરી વિસ્તારના બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશનની સફાઈ કરાશે
મહેસાણા જિલ્લામાં 16 ડિસેમ્બર સુધી સ્વચ્છતા હિ સેવા ઝુંબેશ અંતર્ગત સ્વચ્છ મહેસાણાના સુત્રને સાકાર કરવા જનપ્રતિનિધિઓ અને લોકભાગીદારી સાથે જિલ્લાવાસીઓ કટિબધ્ધ બનવાના છે. 15 ઓક્ટોબરથી મહેસાણા જિલ્લાના તમામ ગ્રામ્ય અને શહેરી વિસ્તારના બસ સ્ટેન્ડ અને શહેરી વિસ્તારના બસ સ્ટેન્ડ અને રેલ્વે સ્ટેશનની સફાઇનો શુભારંભ કરાશે.અત્રે ઉલ્લેખનીય છે કે સ્વચ્છતા હિ સેવા ઝુંબેશને વધુ અસરકારક બનાવવા માટે સરકારે આગામી 16 ડિસેમ્બર સુધી વિવિધ કાર્યક્મોનું આયોજન કરેલ છે. જેમાં મહેસાણા જિલ્લામાં ઝુંબેશના પ્રથમ દિવસે જિલ્લાના તમામ ગ્રામ્ય અને શહેરી વિસ્તારના બસ સ્ટેન્ડ અને રેલ્વે સ્ટેશનની સફાઇ કરાશે.
શહેરી વિસ્તારમાં પ્રથમ દિવસે મહેસાણા નગરપાલિકા દ્વારા જુના બસ સ્ટેન્ડ, મોઢેરા નવા બસ સ્ટેન્ડ અને રેલ્વે સ્ટેશન ખાતે, ઊંઝા પાલિકા દ્વારા બસ સ્ટેશન,એપીએમસી સર્કલ હાઇવે,બાબા સાહેબ આંબેડકર સ્ટેચ્યુ, કોર્ટ વિસ્તાર અને રેલ્વે સ્ટેશન ખાતે, વિસનગર પાલિકા દ્વારા બસ સ્ટેશન,રેલ્વે સ્ટેશન,ફતેહ દરવાજા સામે સ્લમ વિસ્તારની સફાઇ, દિપરા દરવાજા સ્લમ વિસ્તારની સફાઇ, ખેરાલુ પાલિકા દ્વારા બસ સ્ટેશન રોડ અને રેલ્વે સ્ટેશન રોડની સફાઇ, કડી નગરપાલિકા દ્વારા બસ સ્ટેશન અને રેલ્વે સ્ટેશનની સફાઇ,વડનગર પાલિકા દ્વારા સખી મંડળની બહેનો સાથે બેઠક અને વિજાપુર પાલિકા દ્વારા સખી મંડળ સાથે બેઠકનું આયોજન કરાયું હતું.સ્વચ્છતા હિ સેવા અભિયાનને સાર્થક કરવા લોક સહયોગ મળી રહ્યો છે. મહેસાણા જિલ્લામાં 15 સપ્ટેમ્બરથી 15 ઓક્ટોબર સુધી 656 સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં લોકમાનસમાં જનજાગૃતિ આવે અને લોકો સ્વચ્છતાના આગ્રહી બને તે માટે વિવિધ બનેરો પ્રદશિત કરવામાં આવ્યાં હતા. આ ઉપરાંત જિલ્લામાં 656 સ્વચ્છતાના સામુહિક શપથ લેવામાં આવ્યાં હતા.સ્વચ્છતા આપણા જીવનમાં રોજીંદી ટેવ બને અને દરેક વ્યક્તિ તેનો આગ્રહી બને તે પ્રકારનું આયોજન જિલ્લામાં છેલ્લા માસ દરમિયાન થયેલ છે જેનાથી લોક જાગૃતિમા વધારો જોવા મળ્યો છે.