
વિસનગર પોલીસ સ્ટેશન આગળ તોફાને ચડેલા આખલાએ બાઇકચાલકને ફંગોળ્યો
વિસનગર શહેરના ગૌરવપથ ઉપર પોલીસ સ્ટેશનની આગળ તોફાને ચડેલા આખલાએ બાઇકચાલકને અડફેટે લીધો હતો. જેમાં આખલાનો પગ બાઇકના પાછળના ભાગે ફસાઇ જતાં આખલો પણ નીચે પટકાયો હતો. બાઇક ચાલકને સારવાર માટે ખસેડી ભેગા થઇ ગયેલા લોકોએ ભારે મથામણ બાદ આખલાનો ફસાઇ ગયેલો પગ કાઢ્યો હતો. આ ઘટનાથી વિસ્તારમાં દોડધામ મચી ગઇ હતી.
શહેરમાં રખડતાં ઢોરને કારણે વારંવાર નાના-મોટા અકસ્માતો બનતા રહે છે, છતાં પાલિકાને ઢોર પકડી પાંજરાપોળમાં મુકી આવે તેવી કોઇ એજન્સી મળતી. નવા વર્ષમાં ટેન્ડરીંગ કરવા નક્કી કરાયાનું સૂત્રોએ જણાવ્યું હતું.