AIMIMના રાષ્ટ્રીય અધ્યક્ષે અલ્લાહને આજીજી- સાબીરને MLA બનાવી ગુજરાત એસેમ્બલી મોકલી દે

મહેસાણા
મહેસાણા

ગુજરાતમાં બીજા તબક્કાની ચૂંટણીની આડે બે દિવસ બાકી છે. ત્યારે આજે ચૂંટણી પ્રચારનો છેલ્લો છે. ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આપ આજે છેલ્લી ઘડીનો ચૂંટણી પ્રચાર કરી રહી છે.

અસદુદ્દીન ઓવૈસીએ શુક્રવારે ગુજરાતના જમાલપુરમાં રેલી યોજી હતી. આ દરમિયાન અસદુદ્દીન ઓવૈસી પોતાની પાર્ટીના ઉમેદવાર સાબીર કાબલીવાલાને વોટ માંગતી વખતે અચાનક રડી પડ્યા હતા. આ વીડિયો ટ્વિટર પર ટ્વિટ કરાયો હતો. જો કે તેને ઓફિશિયલ પેજ પર મૂકવામાં આવ્યો નથી. ઓવૈસીનો ગઈકાલે જ ડોર ટુ ડોર પ્રચાર દરમિયાન કાળા વાવટા બતાવીને વિરોધ કરાયો હતો. આ વીડિયો પણ ગઈકાલનો છે.

અસદુદ્દીન ઓવૈસી ગુજરાતના જમાલપુરમાં રેલી કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન અસદુદ્દીન ઓવૈસી પોતાની પાર્ટીના ઉમેદવાર સાબીર કાબલીવાલાને વોટ માંગતી વખતે અચાનક રડી પડ્યા હતા. રડતાં રડતા અસદુદ્દીન ઓવૈસીએ પરવદિગારને યાદ કરીને કહ્યું હતું કે સાબીરને જીતાડવામાં આવે, જેથી અહીં ફરી કોઈ બિલકિસ સાથે અન્યાય ન થાય.

રેલીમાં રડતાં રડતા અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું હતું કે અલ્લાહ સાબીરને જીત આપે. ઓવૈસીએ ગુજરાતમાં ગરબામાં પથ્થરબાજોને જાહેરમાં લાકડીઓ વડે માર મારવાનો કિસ્સો પણ ઉમેર્યો હતો અને અલ્લાહને યાદ કરી કહ્યું કે સાબીરને વિજય આપો, જેથી આવી ઘટનાઓ ફરી ક્યારેય ન બને.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.