
મહેસાણાના કલાપીનગર પાસે એક્ટિવા પાર્ક કરી નોકરી ગયેલા ONGCના એન્જીનીયરનું એક્ટિવા ચોરાયું
મહેસાણા શહેર માં દિવસે ને દિવસે વાહન ચોરીની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે.ત્યારે શહેર ના કલાપી નગર વિસ્તારમાં પાર્ક કરેલ એક્ટિવાની અજાણ્યા તસ્કરો ઉઠાંતરી કરી ગયા હોવની ઘટના પ્રકાશમાં આવતા એક્ટિવા ચાલકે મહેસાણા બી ડિવિઝન માં પોલીસ ફરિયાદ નોંધાવી છે.
મહેસાણા શહેરમા આવેલા વાસ્તુ સર્જન બંગલોજ રાજધાની ટાઉનશીપ પાસે રહેતા પ્રજાપતિ જયંતી ભાઈ જેઓ જોટાણા ONGC ખાતે એન્જીનીયરની નોકરી કરે છે તેઓ મહેસાણા પોતાના ઘરેથી GJ02AK0402 નમ્બર નું એક્ટિવા કલાપી નગર પાસે પાર્ક કરી બસ મારફતે નોકરી ગયા હતા.સાંજે પરત આવ્યા એ દરમિયાન એક્ટિવા ક્યાંક જોવા ન મળતા આસપાસના વિસ્તારોમાં તપાસ કરી જોકે મોડે સુધી એક્ટિવા ન મળતા આખરે મહેસાણા બી ડિવિઝન પોલીસમાં અજાણ્યા તસ્કરો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.