રાધનપુર મહેસાણા હાઇવે પર જીપડાલું અને બાઈક વચ્ચે અકસ્માત

મહેસાણા
મહેસાણા

જુના શબ્દલપુરા ગામના શિક્ષકને વહેલી સવારે નડ્યો અકસ્માત: રાધનપુર મહેસાણા હાઇવે પર વહેલી સવારે સાતેક વાગ્યાના સમયે જીપડાલું અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા જૂના સબ્દલપુરા ગામના પ્રાથમિક શાળાના શિક્ષક ને અકસ્માતમાં નડતા ગંભીર ઈજાઓ પહોંચી હતી મહેસાણાની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

રાધનપુર તાલુકાના બંધવડ ગામના વતની શંકરભાઈ માવજીભાઈ મકવાણા વહેલી સવારે સાતેક વાગ્યાના સમયે જૂના સબ્દલપૂરા ગામે પ્રાથમિક શાળામાં ફરજ બજાવે છે તેઓ નોકરી પર જઈ રહ્યા હતા તે દરમિયાન સબ્દલપુરા ગામના પાટિયા નજીક પહોચતા બાઈક અને ડાલું ગાડી વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં શિક્ષક ને ગંભીર ઈજાઓ પહોચતા ૧૦૮ મારફતે સારવાર અર્થે રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા અને પ્રાથમિક સારવાર લીધા બાદ મહેસાણા ની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જેમાં હાલ સારવાર ચાલી રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.