
કડીની કોલેજમાં અભ્યાસ કરતી અને ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી 17 વર્ષની સગીરાને લઈ યુવક ફરાર
કડી શહેરની હાઇવે ચાર રસ્તા પાસે આવેલી એક કોલેજમાં અભ્યાસ કરતી અને કોલેજની જ હોસ્ટેલમાં રહેતી ચાણસ્મા તાલુકાની 17 વર્ષની સગીરાને ફોસલાવી લલચાવીને ભગાડી જતાં સગીરાના પિતાએ કડી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે કાર્યવાહી કરી હતી.
ચાણસ્મા તાલુકાના એક ગામમાં રહેતા પરિવારના વડીલ ખેત મજૂરી કરીને ગુજરાત ચલાવી રહ્યા છે અને તેમની 17 વર્ષની સગીર યુવતી કડીની કોલેજમાં B.A – F.Y માં અભ્યાસ કરે છે. જે દરમિયાન સગીરાના પિતા અમદાવાદ તેમના મિત્ર સાથે ગયા હતા. ત્યારે તેઓને માલુમ થયું હતું કે તેમની 17 વર્ષની સગીરા બે દિવસની રજા લઈને ઘરે આવી છે, પરંતુ સગીરાના પિતાને તે વાતની ખબર ન હતી. જ્યારે તેઓએ તપાસ કરાવતાં તેમની 17 વર્ષની સગીરાને ચાણસ્મા તાલુકાના કેશણી ગામનો અજય ભગાડી લઈ ગયો છે તેવી પ્રાપ્ત થઈ હતી. ત્યારે સગીરાના પિતાએ કડી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી.