મહેસાણાના એક યુવકે ઓનલાઈન એપ પર લોન માટે પત્નીના ડોક્યુમેન્ટ ફાઈલ કર્યા, થોડા દિવસ બાદ પત્નીના ફોટોને મોર્ફ કરી બ્લેકમેઈલીંગ શરૂ કરાયું

મહેસાણા
મહેસાણા

મહેસાણા તાલુકામાં આવેલા લાંઘણજ ખાતે રહેતા રવિ ત્રિવેદીને લોનની જરૂરિયાત પડતા તેઓએ smart wallet નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી જેમાં go money નામનું નોટિફિકેશન આવતા તેના પર ટચ કરતા લૉન માટે પોતાની પત્નીના ડોક્યુમેન્ટ સબમિટ કરી 30,000 રૂપિયાની લૉન માટે અરજી કરી હતી. જેમાં પત્નીના ખાતામાં માત્ર 1800 રૂપિયા લૉનની રકમ જમા થતા ફરિયાદીએ ઓછી લૉન આવતા એપ્લિકેશનમાં આપેલા નંબર પર સંપર્ક કર્યો હતો.ત્યારબાદ છઠ્ઠા દિવસે લૉન ભરપાઈ કરવા માટે અજાણ્યા નંબરો મારફતે ફરિયાદી પર કોલ આવવા લાગ્યા જેમાં અપશબ્દો બોલી બોલી ધાક ધમકીઓ આપવામાં આવી હતી.

બાદમાં અજાણ્યા નંબર દ્વારા ફરિયાદીને વોટ્સએપ કોલ કરી ગાળાગાળી કરી ફરિયાદીના પત્નીના ન્યૂડ ફોટો મોર્ફીગ કરી ન્યૂડ વીડિયો બનાવી ફરિયાદીના વોટ્સઅપ પર મોકલી તાત્કાલિક પૈસા ભરી દો નહિ તો તમારા ન્યૂડ ફોટો બીજા સંબંધીઓને મોકલી આપવાની ધમકી આપતા ફરિયાદી એ સમગ્ર ઘટના પગલે મહેસાણા સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.