વિસનગરના કાંસા ગામના યુવક પેટ્રોલ પુરાવા ગયોને અકસ્માત સર્જાયો
વિસનગરમાં કાંસા જતા રોડ પર હોટલ હિલટોન નજીક એક ગમખ્વાર અક્સ્માત સર્જાયો હતો. જ્યાં ઘરેથી પેટ્રોલ પૂરાવવા નીકળેલા યુવકને ઓવરલોડ હાઇવા ટ્રકના ચાલકે ટ્રકના તોતિંગ ટાયર નીચે કચડતા પરિવારમાં શોકની લાગણી ફરી વળી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે, આખા રસ્તા પર લોહી અને માનવ અવશેષો જ નજરે પડ્યા હતા. જ્યાં બાઇક ચાલક યુવકના શરીરના ત્રણ ભાગ થઈ રોડ પર ફંગોળાયા જોવા મળ્યા હતા. કાંસા બસ સ્ટેન્ડ પર ટ્રક ઢસડીને આવતા પાર્લર પર ઊભા મૃતક યુવકના ભાઈએ ટોર્ચ કરીને જોયું તો ભાઈની લાશ જોઈ દહેશત ખાઈ ગયો હતો. જ્યાં નાના ભાઈનું મોત થતા સમગ્ર પરિવારમાં શોકની લાગણી છવાઈ છે.