કડીના અલદેસણ રોડ ઉપર બાઇક સ્લિપ થઇ જતાં યુવકનું મોત

મહેસાણા
મહેસાણા 186

કડી પંથકમાં વરસાદી માહોલ વચ્ચે બાઇક સ્લિપ થઇ જતાં આશાસ્પદ યુવકનું મોત થયુ છે. ઘટનાની વિગતો મુજબ ગઇકાલે સવારના સમયે બાઇક લઇને પસાર થતા યુવકને અકસ્માત નડ્યો હતો. જેમાં કડીના અલદેસણ રોડ ઉપર વરસાદી માહોલ વચ્ચે યુવકનું બાઇક સ્લિપ થઇ જતાં તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યો હતો. ઘટનાને લઇ સ્થાનિકોએ તાત્કાલિક 108ને જાણ કરતાં તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયા બાદ તેનું મોત નિપજ્યું હતુ. સમગ્ર ઘટનાને જાણ મૃતકના પરિવારજનોને થતાં તેઓ ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયા છે. ઘટનાને લઇ કડી પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મહેસાણા જીલ્લાના કડીના અલદેસણ રોડ ઉપર અકસ્માતની ઘટનામાં યુવકનું મોત થયુ છે. વિગતો મુજબ નાનીકડીના વૈભવ બંગ્લોઝમાં રહેતો વિષ્ણુ શ્રીરામજી પ્રજાપતિ ગઇકાલે પોતાનું બાઇક લઇને નારદીપુર ટાઇલ્સ ફીટીંગના કામકાજ માટે નીકળ્યાં હતા. આ દરમ્યાન અચાનક અલદેસર રોડ પર વરસાદને કારણે યુવકનું બાઇક સ્લિપ થઇ ગયુ હતુ. જે બાદમાં 108માં સારવાર અર્થે કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં ખસેડાયા બાદ યુવકનું મોત થયુ હતુ. સમગ્ર મામલે કડી પોલીસે આઇપીસી 304A, 279 અને મોટર વાહન અધિનિયમની કલમ 177, 184 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.