
મહેસાણા નજીક પસાર થતી ટ્રેનમાંથી મહિલાનું પર્સ અને મુસાફર ખાનામાં સુઈ રહેલા યુવકનો મોબાઈલ ચોરાયો
મહેસાણા રેલવે પોલીસ મથકમાં ચોરીની બે અલગ અલગ ઘટના અંગે ફરિયાદો નોંધાઇ છે.જેમાં બેંગ્લોર થી પતિ સાથે ટ્રેનમાં મુસાફરી કરી રહેલ મહિલા સુઈ જતા અજાણ્યો કોઈ ઈસમ પર્સ ચોરી ગયો હતો તેમજ બીજી બાજુ ટ્રેનની મુસાફરી કરી યુવક મહેસાણા મુસાફર ખાનામા ફોન ચારજીગ કરી આરામ કરી રહ્યો હતો એ દરમિયાન તેઓ પણ ફોન અજાણ્યો કોઈ ઈસમ ચોરી જતા ફરિયાદ નોંધાઇ હતી આમ મહેસાણા રેલવે પોલીસમાં અગાઉ પણ અઢળક મોબાઈલ,બેગ,પર્સ ચોરી અંગેનો ફરિયાદો નોંધાઇ ચુકી છે. ત્યારે રેલવે પોલીસ તસ્કરો સામે કાર્યવાહી કરે તેવી માંગ મુસાફરો ઉઠાવી રહ્યા છે.રાજસ્થાન ખાતે રહેતા આરીફ મોહમદ લુહાર 25 તારીખ રાત્રે બ્યાવર રેલવે સ્ટેશનથી મહેસાણા આવવા માટે દિલ્હી અમદાવાદ આશ્રમ એક્સપ્રેસ મુસાફરી કરી મહેસાણા આવ્યો હતો ત્યારબાદ મારુતિ સુઝુકી કંપનીમાં નોકરી જવાનું હોવાથી અને ટ્રેનમાં મુસાફરીના કારણે ફરિયાદીને થાક લાગતા તે મહેસાણા રેલવે સ્ટેશનના મુસાફર ખાના મા સુઈ ગયો હતો.એ દરમિયાન ચારજીગ માં મુકેલ 14990 કિંમતનો ફોન અજાણ્યો કોઈ ઈસમ ચોરી ગયો હતો.ફરિયાદી જ્યારે જાગ્યો એ દરમિયાન ફોન જોવા ન મળતા મહેસાણા રેલવે પોલીસમાં અજાણ્યા તસ્કર સામે ચોરી અંગે ફરિયાદ નોંધાવી હતી.
બેંગ્લોર ખાતે રહેતા 55 વર્ષીય કાંતા બેન જૈન પોતાના પતિ સાથે 20 સપ્ટેમ્બરના રોજ બેંગ્લોર રેલવે સ્ટેશન થી બેંગ્લોર જોધપુર એક્સપ્રેસ ટ્રેનમાં બેસીને ફાલના જતા હતા.એ દરમિયાન 22 સપ્ટેમ્બર ફરિયાદી પોતાની સીટ પર સુતા હતા અને તેઓએ પોતાનું પર્સ સીટ નીચે મૂક્યું હતું જ્યાં મહેસાણા રેલવે સ્ટેશન નજીક આવતા અજાણ્યા ઈસમો ટ્રેનમાં આવી સુઈ રહેલ મહિલાનું પર્સ ચોરી ફરાર થઇ ગયા હતા.મહિલા ઉઠી જતા તેનું પર્સ ક્યાં જોવા ન મળતા મહેસાણા રેલવે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.જોકે પર્સમાં મહિલા એ 31000 કિંમતનો મોબાઈલ મુક્યો હતો જે ફોન પણ તસ્કરો ચોરી જતા ફરિયાદ નોંધાઇ હતી.