
ભાલક ગામે પરંપરાગત અશ્વ દોડ સ્પર્ધા યોજાઇ
વિસનગર તાલુકાના ભાલક ગામે દશેરાના દિવસે અનોખી પરંપરા ચાલી આવે છે. જેમાં 200 વર્ષથી અશ્વ દોડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. આ અશ્વ દોડ સ્પર્ધામાં કોમી એકતાની સમાન આ સ્પર્ધામાં ચાલુ વર્ષે ઉત્તર ગુજરાતના 100થી વધુ અશ્વ સવારોએ ભાગ લીધો હતો. જેમાં ત્રણ પ્રકારની સ્પર્ધા યોજવામાં આવી હતી. જે શ્વાસ થંભાવી દેતી આ અશ્વ દોડ સ્પર્ધાને નિહાળવા માટે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડે છે. જેમાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે પણ હાજરી આપી હતી અને તમામ અશ્વ સવારોને અભિનદન પાઠવ્યા હતા.
વિસનગર તાલુકાના ભાલક ગામમાં 200 વર્ષથી ચાલી આવી રહેલા અશ્વદોડ સ્પર્ધામાં ચાલુ વર્ષે ઉત્તર ગુજરાતના 100થી વધુ અશ્વસવારોએ ભાગ લઇ અલગ અલગ ત્રણ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. જેમાં ચાલુ વર્ષે પણ દશેરાના દિવસે ભાલક-મંડાલી રોડ ઉપર આવેલા જીઇબીની સામે મેદાન ઉપર અશ્વ દોડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉત્તર ગુજરાતમાંથી 100થી વધુ અશ્વસવારોએ અલગ અલગ ત્રણ સ્પર્ધાઓ એ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં સવારે ઘોડીઓના ડાન્સની સ્પર્ધા તેના પછી રહેવાલ (ધીરે ધીરે ચાલવા)ની સ્પર્ધા અને બપોર બાદ રેસની સ્પર્ધા યોજાઇ હતી. જેમાં અશ્વ સ્પર્ધામાં પ્રથમ આવનાર સ્પર્ધકોને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.ગામના પૂર્વ સરપંચ અને સ્પર્ધાના આયોજક યુનિસખાન પઠાણે જણાવ્યું હતું કે, અમારા વડવાઓથી આ પરંપરા ચાલી આવી રહી છે જેને અમે નિભાવી રહ્યા છે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ઘોડા દોડ શરૂ થાય ત્યારે આપણે થોડી જગ્યા કરીએ જેથી કરીને કોઈ અકસ્માત સર્જાય નહીં. જેમાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે હાજર રહી તમામ ઘોડે સવાર ને અભિનંદન પાઠવ્યા હતા.