
મહેસાણાના શોભાસણ રોડ પર એકાએક આગ લાગતા દોડધામ મચી
મહેસાણા શહેરમા ગત મોડી રાત્રે આગ લાગવાનો બનાવ સામે આવ્યો હતો. જેમાં શોભાસણ ગામ નજીક આવેલ એક કંપની નજીક પડેલા ભંગારમાં આગ લાગતા દોડધામ મચી હતી. જોકે, તાત્કાલિક મહેસાણા નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર વિભાગની ટીમે આગ પર પાણીનો મારો ચલાવી આગ બુજાવી હતી.
મહેસાણા શહેરમા શોભાસણ રોડ પર આવેલ GM ઇન્ડસ્ટ્રીઝ પાસે પડેલા કચરા અને ભંગારમાં એકાએક આગ લાગી હતી. આગ લાગવાની જાણ માલિકને થતા તેઓ પણ રાત્રે ઘટના સ્થળે દોડી આવ્યાં હતા. જોકે, આગના ધુમાડાના ગોટેગોટા ઉડતા ગીતાબેન મોદીએ મહેસાણા નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરતા ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી જ્યાં પાણીનો મારો ચલાવી આગ બુજાવી હતી.સમગ્ર મામલે ઇન્ડસ્ટ્રીઝના મલિક ગીતાબેન મોદીએ જણાવ્યું કે, કંપનીની બાજુમાં કચરો અને ભંગાર પડ્યો હતો, જેમા અગમ્ય કારણોસર એકાએક આગ લાગી હતી. કોઈ મોટું નુકસાન કે જાનહાની થઈ નથી. ફાયર વિભાગે આવી આગ બુજાવી હતી.