કડીમાં બંધ સ્ટુડીઓની દુકાનમાં અચાનક જ આગ લાગતા ભાગદોડ મચી

મહેસાણા
મહેસાણા

કડી શહેરના દેત્રોજ રોડ પર સર્કલની બાજુમાં સેફાલી કોમ્પલેક્ષમાં રહેલા સ્ટુડિયોની દુકાનમાં અચાનક જ આગ ભભૂકી ઉઠી હતી. અલંકાર સ્ટુડિયોના માલિકે છેલ્લા ત્રણ દિવસથી દુકાન બંધ કરેલી હતી. તેમને સામાજિક પ્રસંગ હોવાથી દુકાન બંધ રાખેલી હતી. જ્યાં બુધવારે સમી સાંજે અચાનક જ દુકાનની અંદર આગ ભભૂકી ઊઠી હતી. જ્યાં આગ લાગવાના કારણે બંધ દુકાનમાંથી ધુમાડા નીકળતા આજુબાજુ વ્યાપારીઓને જાણ થતા તેઓએ તાત્કાલિક જ નગરપાલિકાઓને જાણ કરવામાં આવી હતી.

જ્યાં ઘટનાસ્થળે નગરપાલિકાના ત્રણ ફાયર ફાઈટર જવાનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને આગને મહામુસીબતે કાબુમાં લીધી હતી. જ્યાં આગ લાગવાની ઘટનાને પગલે અફરાતફરી મચી જવા પામી હતી. લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. જ્યાં સ્ટુડિયોની બંધ દુકાનમાં આગ લાગવાના ઘટનાના કારણે દુકાનમાં રહેલો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.