કડીના થોળ ગામે ઇકો ગાડીનું સાયલેન્સર ચોરાયું
કડી તાલુકાના થોળ ગામે રહેતા મુકેશ ઠાકોર કે પોતે ધંધો વ્યવસાય કરીને ગુજરાન ચલાવી રહ્યા છે અને તેઓએ 2019ની સાલમાં ઈકો ગાડીની ઘર વપરાશ માટે ખરીદી કરી હતી. મુકેશે પોતાની ઇકો ગાડી નંબર GJ 2 DA 0892 પોતાના ઘરની બહાર ખુલ્લા મેદાનમાં પાર્ક કરી હતી અને પોતે ઘરમાં હાજર હતા. જ્યારે તેઓને બહારગામ જવાનું હોય તેઓ પરિવાર સાથે ઘરની બહાર આવ્યા હતા અને ઇકો ગાડીમાં બેસી સેલ મારતા અવાજ બદલાતો જોયો હતો. મુકેશ ઠાકોર ગાડીમાંથી નીચે ઉતરીને જોયું તો સાયલેન્સર જોવા મળ્યું ન હતું. તપાસ કરતાં માલુમ થયું હતું કે તેઓની માલિકીની ગાડીમાંથી 40,000નું સાયલેન્સર અજાણ્યાં ઇસમો ચોરી ગયા છે. તેઓ તાત્કાલિક કડી તાલુકાના બાવલુ પોલીસ મથકમાં દોડી આવી ફરિયાદ નોંધાવી હતી