મહેસાણાના શિવાલા સર્કલ પાસે સ્કૂલ બસે બાઈકને ટકકર મારતા ઘટના સ્થળેજ યુવકનું મોત નીપજ્યું
મહેસાણા તાલુકાના સુખપુરડા ગામે ઠાકોર વાસમાં રહેતા 18 વર્ષીય ઠાકોર કિશનજી પ્રહલાદજી પોતાના કુટુંબી ભાઈના બાળકોને GJ02CN5285 બેસાડી મેવડ સ્કૂલમાં મૂકી ઘરે પરત આવી રહ્યો હતો એ દરમિયાન શિવાલા સર્કલ પાસે આવતા તપોવન સ્કૂલની બસ GJ02VV8050 ના બસ ચાલકે પુરઝડપે બસ ચલાવી બાઈક ચાલક ને ટકકર મારી હતી. આ અકસ્માતમાં યુવક રોડ પર પટકાતા ગંભીર ઇજાઓ થઈ હતી જેના કારણે ઘટના સ્થળે જ યુવકનું મોત નીપજ્યું હતું.અકસ્માત પગલે લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા.તેમજ પરિવારને જાણ કરતા પરિવાર જનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.બાદમાં યુવકના મૃતદેહને મહેસાણા સિવિલ પીએમ અર્થે લઇ જવામાં આવ્યો હતો.તેમજ યુવકના કાકાએ સ્કૂલ બસ ચાલક સામે મહેસાણા તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.