
મહેસાણાની દેદીયાસણ GIDCમા આવેલ કૌશલ્ય વર્ધન કેન્દ્રમાં ભરતી મેળો યોજાયો
યુવાઓને રોજગાર મળી રહે તે માટે જિલ્લા રોજગાર કચેરી અને કૌશલ્ય વર્ધન કેન્દ્ર દ્વારા દેદીયાસણ જી.આઈ.ડી.સી ખાતે આજે રોજગાર ભરતી મેળો યોજવામાં આવ્યો હતો.આ ભરતી મેળામાં મોટી સંખ્યામાં ઉમેદવાર જોડાયા હતા અને રોજગાર લક્ષી વિગતો મેળવી હતી.મહેસાણા જિલ્લામાં કોલેજ,આઈ.ટી.આઈ કે અન્ય અભ્યાસ કરતા વિધાર્થીઓને ઘર આંગણે જ રોજગારની તકો મળી રહે તે માટે જિલ્લા રોજગાર કચેરી મહેસાણા અને કૌશલ્ય વર્ધન કેન્દ્ર મહેસાણાના સંયુક્ત ઉપક્રમે રોજગાર ભરતી મેળો યોજવામાં આવ્યો હતો.આ ભરતી મેળો દેદીયાસણ જી.આઈ.ડી.સી મા પ્લોટ ન 226માં આવેલ કૌશલ્ય વર્ધન કેન્દ્ર ખાતે યોજવામાં આવ્યો હતો.
રોજગાર ભરતી મેળામાં કુલ 10 જેટલી કંપનીઓ જોડાઈ હતી તેની સાથે 400 થી વધુ ઉમેદવાર રોજગાર ભરતી મેળામાં જોડાવા રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.તેમજ ઉમેદવારને રોજગાર કચેરી અને કૌશલ્ય વર્ધન કેન્દ્રમાં કર્મીઓ દ્વારા રોજગાર લક્ષી સૂચનો અને વિગતો સમજાવવામાં આવી હતી.