
કડીમાં રામનવમી ઉત્સવ સમિતિ દ્વારા જાહેર સભા યોજવામાં આવી
કડીના થોળ રોડ ઉપર આવેલા નગરપાલિકાના મેદાન ખાતે રામનવમી ઉત્સવ સમિતિ દ્વારા જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં અચાનક જ ધડાકાભેર વરસાદ શરૂ થઈ ગયો હતો. જેથી અફરા તફરી મચી જવા પામી હતી, પરંતુ કેટલાક લોકો તો સભા ચાલુ હોવાથી માથા ઉપર ખુરશી ઓઢીને પણ સભામાં જેમને તેમ રહ્યા હતા.
રવિવારના દિવસે કડી નગરપાલિકાના મેદાન ખાતે રામનવમી ઉત્સવ સમિતિ દ્વારા જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષે 42મી રામનવમી શોભાયાત્રા ભવ્યાથી ભવ્ય યોજાવા જઈ રહી છે. ત્યારે અત્યારથી જ રામનવમી ઉત્સવ સમિતિ કડી દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રામનવમી ઉત્સવ સમિતિ દ્વારા અત્યાર સુધી 41મી શોભાયાત્રા કડી શહેરની અંદર નીકાળવામાં આવી હતી. જ્યારે આ વર્ષે 42મી ભવ્ય શોભાયાત્રા કડીના દેત્રોજ રોડ ઉપર આવેલ લક્ષ્મીનારાયણ મંદિર ખાતેથી નીકળવા જઈ રહી છે. ત્યારે ભવ્ય જાહેર સભાનું આયોજન નગરપાલિકાના મેદાન ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય વક્તા તરીકે કાજલ હિન્દુસ્તાની ઉપસ્થિત રહ્યા હતા.
કડી નગરપાલિકાના મેદાન ખાતે રવિવારે ભવ્ય જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. રામનવમી ઉત્સવ સમિતિ દ્વારા આ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં સભાની શરૂઆત થાય ત્યાં જ અચાનક જ ધડાકાભેર વરસાદ શરૂ થઈ ગયો હતો. જ્યાં વરસાદ શરૂ થતા અફરા તફરી મચી ગઈ હતી, પરંતુ લોકો પોતાની ખુરશી માથે ઓઢીને જાહેર સભામાં જ્યાં ને ત્યાં હાજર જ રહ્યા હતા.