ઉંઝા દાતરડી સ્કુલ સામે નવિન બનાવેલ ટ્યુબવેલ
ઉંઝા નગરપાલિકાના જાગૃત કોર્પોરેટર દ્વારા ઉઝા ટી.પી.સ્કીમ નં.૩ ફાઈનલ પ્લોટ નં.૧૨૪ દાતરડી સ્કુલ સામેના નવિન ટ્યુબવેલ બનાવવા કરેલ કારોબારી જનરલ સભાના ઠરાવ સહ એગ્રિમેન્ટ, ઠરાવ, બિલ ચૂકવણી સહિતના તમામ માહિતી સહ નકલ આપવા બાબતે ઉઝા ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરવામાં આવી છે.
ઉંઝા નગરપાલિકાના જાગૃત કોર્પોરેટર દ્વારા ચીફ ઓફિસરને કરવામાં આવેલ રજુઆતમાં જણાવ્યું છે કે, ઉંઝા ટી.પી. સ્કીમ નં.૩, ફાઈનલ પ્લોટ નં.૧૨૪ દાતરડી સ્કુલ સામે નવિન ટ્યુબવેલ બનેલ છે. જે ટ્યુબવેલ શરૂઆતના તબક્કાથી સંપૂર્ણ પણે નિષ્ફળ નિવડેલ છે. જે બાબતે અરજદારે ટ્યુબવેલ કોન્ટ્રાકટરને બિલનું ચુકવણું ન કરવા અનેકવાર મૌખિક રજૂઆતો કરવા છતાં નગરપાલિકા દ્વારા કોન્ટ્રાકટરને નાણાં ચુકવેલ હોવાની માહિતી મળી છે. જે અંતર્ગત જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવા તેમજ ઉપરોક્ત વિષય અનુસંધાને દિન ૭ માં માહિતી વિગતવાર આપવા જણાવ્યું છે.