કડીના વાધરોડા ગામે પૈસાની લેતી દેતી બાબતે આધેડને ધોકા વડે માર માર્યો
કડીના વાધરોડા ગામે પૈસાની લેતી દેતી બાબતે માથાકૂટ થઈ હતી. જેમાં ગામના જ બે ઈસમોએ તેમના ગામના જ આધેડ પર પૈસાની લેતી દેતી બાબતે ધોકા અને લાકડીઓ વડે હુમલો કરી દેતા આધેડને ગંભીર રીતે ઇજાઓ પહોંચી હતી. જેથી તેઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બાવલુ પોલીસે બે ઇસમો વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી.
કડી તાલુકાના વાધરોડા ગામે રહેતા ગોવિંદજી ઠાકોર કે જેઓ છૂટક મજૂરી કામકાજ કરીને પરિવાર સાથે ગામની અંદર જ રહે છે અને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. જ્યાં તેઓ તેમના ઘરે હાજર હતા. જે દરમિયાન તેઓએ તેમના ગામના કાળુજી ઠાકોર અને વિરમજી ઠાકોર પાસેથી હાથ ઉછીના પૈસા લીધા હતા. જ્યાં ગોવિંદજી ઘરે હાજર હતા ત્યારે બંને ઈસમો ત્યાં આવી પહોંચ્યા હતા અને આધેડ ગોવિંદજી ઠાકોરને કહેવા લાગ્યા હતા કે જે પૈસા અમે તને ઉછીના આપ્યા છે તે પાછા આપી દે. જ્યાં ગોવિંદજીએ કહ્યું કે, અત્યારે મારા જોડે પૈસા નથી જ્યારે મારા જોડે આવશે ત્યારે હું તમને આપી દઈશ. જેવું કહેતા બંને જણા ઉશ્કેરાઈ જઈને આધેડ સાથે ગાળાગાળી અને મગજમારી કરવા લાગ્યા હતા.
જ્યાં ગોવિંદજીએ કહ્યું કે, તમે લોકો અપશબ્દો બોલશો નહીં અને માથાકૂટ કરશો નહીં. એવું કહેતાની સાથે જ આવેલા બંને ઈસમોએ ધોકા અને લાકડીઓ વડે આધેડ પર હુમલો કરી નાખ્યો હતો. જ્યાં માથાકૂટ થતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને આધેડને મારામાંથી બચાવ્યા હતા. જ્યાં પરિવારજનો તેઓને હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા જ્યાં બંને ઈસમો ત્યાંથી ભાગી ગયા હતા. ઘટનાને લઇ બાવલુ પોલીસે બે ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી.