
મહેસાણાના સેઢાવી ગામે ડમ્પર ચાલકે આધેડને ટક્કર મારી, માથા અને છાતીના ભાગે ટાયર ફરી વળતા મોત
મહેસાણા તાલુકાના આવેલા નવી સેઢાવી ગામે રહેતા 50 વર્ષીય પ્રજાપતિ અશોકભાઈ ગામમાં આવેલા બ્રહ્માણી માતાના મંદિરે દર્શન કર્યા બાદ ચાલીને પોતાના ઘરે પરત આવી રહ્યા હતા. આ દરમિયાન GJ 05 BV 9620ના ડમ્પર ચાલક રાવળ રમણભાઈ રામાભાઈએબેદરકારી રીતે ડમ્પર હંકારી રોડ પર જઈ રહેલા આધેડને અડફેટે લીધો હતો. જેથી ડમ્પરના ટાયર માથા પર અને છાતી પર ફરી વળતા તેઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જ્યાં ઘટના સ્થળે જ અશોકભાઈનું કરુણ મોત નીપજ્યું હતું. આ સમગ્ર મામલે પરિવારજનોને જાણ થતાં તેઓ ઘટના સ્થળે દોડી આવ્યાં હતા. તેમજ ટક્કર મારનાર ડમ્પર ચાલક સામે લાઘણજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.