
PMના કાર્યક્રમને લઈ મહેસાણા જિલ્લા ભાજપ સંગઠનની બેઠક મળી
આગામી 30 ઓક્ટોબર ના રોજ પીએમ નરેન્દ્ર મોદી ખેરાલુ તાલુકાના ડભોડા ખાતે સભા યોજી વિકાસ લક્ષી કામોને વેગ આપશે જેણે લઈ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.ત્યારે જિલ્લા ભાજપ સંગઠન ની આજ રોજ મહેસાણા જી.આઈ.ડી.સી હોલ ખાતે બેઠક મળી હતી.જેમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના હોદેદારો અને કાર્યકરો જોડાયા હતા અને કાર્યક્રમ ને લઈ ચર્ચા વિચારણા કરી હતી.આગામી 30 તારીખ ના રોજ પી.એમ મોદી માદરે વતન આવનાર છે જેની જાહેરાત થતા જ મહેસાણા જિલ્લા તંત્ર એક્સન મોડ માં આવી જતા વિવિધ વિભાગો દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવા આવી છે.ત્યારે પી.એમ ન કાર્યક્રમ ને લઈ મહેસાણા જી.આઇ.ડી.સી હોલ ખાતે જિલ્લા ભાજપ સંગઠન ની બેઠક યોજાઇ હતી.જેમાં જિલ્લા માં ચૂંટાયેલા સદસ્યો સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠક માં પ્રદેશ મહામંત્રી રજની પટેલ,પ્રદેશ ઉપાધ્યક્ષ વર્ષાબેન ની અધ્યક્ષતાને સ્થાને બેઠક યોજવામાં આવી હતી.પ્રધાનમંત્રી ધરોઈ વિકાસના વિવિધ પ્રોજેકટ નું 30 તારીખ ના રોજ ખાતમુહૂર્ત કરશે તેમજ રજની પટેલે જણાવ્યું કે આ કાર્યક્રમ ને લઈ મહેસાણા,પાટણ અને ડીસા સહિતમાં ભાજપ ની બેઠકો મળશે.ધરોઈ ને પ્રવાસ સ્થળ તરીકે વિકસિત કરવામાં આવી રહ્યું છે.જેના વિવિધ કર્યો નું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખાતમુહૂર્ત કરશે સાથે સાથે મહેસાણા જિલ્લા ના વિવિધ વિકાસ કર્યો નું પણ ખાતમુહૂર્ત કરાશે આમ કુલ 4778 કરોડના વિવિધ વિકાસ કામોનું પી.એમ ઇ ખાતમુહૂર્ત અને ઇ લોકાર્પણ કરશે તેમજ આ સભામાં એક લાખથી વધુ લોકો જોડાય તેવી શક્યતાઓ પણ સેવાઈ રહી છે.