કડીમાં પૈસાની લાલચે વિદેશી દારૂ સાચવતા એક શખસને ઝડપ્યો

મહેસાણા
મહેસાણા

કડી તાલુકાના દેવગઢ રામજી મંદિર પાસે ઇનોવા ગાડી દારૂ ભરીને પડેલી છે. જેવી હકીકત કરી પોલીસને મળતા કરી પોલીસ અલગ અલગ ટીમો બનાવીને સ્થળવાળી જગ્યા ઉપર પહોંચી ગઈ હતી. જ્યાં તપાસ કરતા એક ઇનોવા ગાડી મળી આવી હતી. તેમજ ગાડીમાંથી એક ઈસમ પણ મળી આવ્યો હતો અને પોલીસે તેની ધરપકડ કરી હતી અને વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. તેમજ પોલીસે ચાર વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી.કડી પોલીસ સ્ટાફના માણસો પ્રોહિબિશન તેમજ જુગાર લગત કામગીરીમાં ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. જે દરમિયાન સ્ટાફના માણસોની રણછોડપુરા ગામ નજીક પહોંચતા ખાનગી માહિતી મળી હતી કે, દેવગઢ ગામે આવેલા રામજી મંદિરની પાસે એક ઇનોવા ગાડી પડી છે અને જેમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડેલો છે. જે આધારે અલગ અલગ ટીમો બનાવીને સ્ટાફના માણસોએ રેડ કરતા ઇનોવા ગાડી વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાઈ ચુકી હતી.

કડીના દેવગઢ ગામે રામજી મંદિર પાસે વિદેશી દારૂની બોટલો ભરેલી ગાડી કોર્નર કરીને પોલીસે ઝડપી પાડી હતી. તેમજ પોલીસે ડ્રાઇવરની સીટ ઉપર બેઠેલા કિર્તીજી ઠાકોરની ધરપકડ કરી હતી. તેમજ વિદેશી દારૂના જથ્થા બાબતે પૂછતા તેણે પોલીસ સમક્ષ કબૂલ્યું હતું કે, આ દારૂ ઠાકોર વિજય મંગલસિંહ અને રાજેન્દ્રસિંહે તેને સાચવવા માટે આપ્યો હતો. તેના બદલામાં ઉપરોક્ત ત્રણેય ઈસમો ગાડી દારૂ ભરેલી સાચવવા માટે પૈસા આપવાના હતા. જ્યાં પૈસાની લાલચે કીર્તિએ ગાડી સાચવી હતી અને પોલીસ આવી પહોંચી રેડ કરીને ઇનોવા ગાડી નંબર GJ-25-A-1363માંથી અલગ અલગ બ્રાન્ડની 50,016 જેની કિંમત રૂપિયા 2,35,620 જપ્ત કરી હતી. પોલીસે ઇનોવા ગાડી તેમજ વિદેશી દારૂના જથ્થા સાથે કુલ રૂપિયા 7,40,660 મુદ્દામાલ કબજે કરી 4 વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો અન્ય ત્રણ ઈસમોને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.