
ઊંઝામાં રજત જયંતિ મહોત્સવ અંતર્ગત લોકડાયરો યોજાયો
ઊંઝા શહેરમાં લાલ દરવાજા પાસે આવેલ શ્રી ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટ એન્ડ ધાર્મિક ટ્રસ્ટનાં ૨૫ રજત જયંતિ મહોત્સવ અંતર્ગત ગણેશ મહોત્સવ ૨૦૨૩ તેમજ રમત ગમત યુવા સાંસ્કૃતિક પ્રવુતિઓ વિભાગ ગાંધીનગર અને કમિશ્નર યુવક સેવા સાસ્કૃતિક પ્રવુતિઓ ગાંધીનગર અને જિલ્લા યુવા વિકાસ અધિકારી મહેસાણા દ્રારા સંચાલિત ભવ્ય લોક ડાયરો યોજાયો હતો.
ઊંઝા ઉમિયા માતાજીના ચોક ખાતે યોજાયેલ ડાયરામાં લોકગાયિકા અપેક્ષા પંડ્યા, સોનલ યોગીરાજ, હાસ્ય કલાકાર અજય બારોટ, લોકગાયક જયદીપ ગઢવી, ચેતન ગઢવી સહિત કલાકારોએ રમઝટ બોલાવી હતી. આ કાર્યકમમાં ઊંઝા ધારાસભ્ય, ઊંઝા એપીએમસી ચેરમેન દિનેશભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ દિક્ષિતભાઈ પટેલ, ઊંઝા શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખ પિન્ટુ નટરાજ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી ડાયરાને માણ્યો હતો.