વરવાડા પ્રાથમિક શાળા ખાતે જર્જરીત ઓરડાની દિવાલનો બિમ પડતાં શ્રમીકનુ મોત
ઊંઝા તાલુકાના વરવાડા ગામે આવેલ પ્રાથમિક શાળા ખાતે જૂના જર્જરીત ઓરડાને તોડી તેને હટા વવાની કામગીરી ચાલી રહી છે. જેમાં આ કોન્ટ્રાકટર દ્વારા મજુરો મારફતે આ કામ ચાલી રહ્યુ છે. ત્યારે આજે સવારે ઓરડાની દીવાલનો બીમ પડતા કામ કરી રહેલ મજૂરનું દિવાલ નીચે દટાઈ જતાં મોત નિપજયું હતું. મરણ જનાર નું નામ નાયકા સુમભાઈ મોહનભાઈ ઉ.વ ૪૬ રહે ખોખરા તા ધાનપુર જી દાહોદ હોવાનું જાણવા મળેલ છે.
Tags A laborer died dilapidated