
કડીના બુડાસણ ગામની સીમમાં માટીનું ખનન કરતા JCB અને માટી ભરેલ ડમ્ફરને પોલીસે જપ્ત કર્યા
કડી પોલીસ સ્ટેશન સ્ટાફના માણસો અલગ અલગ જગ્યાએ પેટ્રોલિંગ કરી રહ્યા હતા. જે દરમિયાન માહિતીના આધારે કડી તાલુકાના બુડાસણ ગામની સીમા ગેરકાયદેસર માટેનું ખનન કરી રહેલા JCB તેમજ માટી ભરેલ ડમ્ફરને જપ્ત કરી પોલીસ સ્ટેશન ખાતે લાવેલ અને ખાણ-ખનીજ વિભાગ મહેસાણાને તપાસ સારું જાણ કરવામાં આવેલ હતી.કડી પોલીસ સ્ટેશનના પીએસઆઇ એમ કે પટેલ સહિતનું સ્ટાફ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. જે દરમિયાન માહિતીના આધારે બુુડાસણ ગામની સીમમાં આવેલ રેલવે ફાટકની બાજુમાં કેટલાક ઇસમો ગેરકાયદેસર માટીનું ખનન કરી રહેલા છે. જેવી માહિતી મળતા પીએસઆઇ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. જ્યાં એક JCB તેમજ માટી ભરેલ ડમ્ફર અને જપ્ત કરવામાં આવ્યું હતું .
કડી પોલીસે બુડાસણ ગામની સીમા રેલ્વે ફાટકની બાજુમાં 50 ફૂટ લાંબો અને 50 ફૂટ પહોળો તેમજ 25 ફૂટ ઊંડો ખાડો કરીને ગેરકાયદેસર માટીનું ખનન કરી રહેલા JCB નંબર GJ 2 BS 9936 તેમજ માટી ભરેલું ડમ્પર નંબર GJ 24 V 9564 જપ્ત કરી કડી પોલીસ સ્ટેશન ખાતે લાવેલ તેમજ પોલીસ દ્વારા ખાણ ખનીજ વિભાગ મહેસાણા ના અધિકારીઓને તપાસ સારું જાણ કરવામાં આવેલ હતી.