
વિસનગરથી વિજાપુર આવતી બસમાથી યુવતીના ફોનની ચોરી, પોલીસ ફરિયાદ નોંધાઈ
મહેસાણા જિલ્લાના વડનગર ખાતે રહેતી અને વિજાપુર ડેપોમાં કોપા ઓપરેટની એપ્રેન્ટીસ કરતી યુવતી 21 એપ્રિલે પોતાના ગામ વડનગરથી નીકળી વિસનગર ડેપોમાં આવી હતી. ત્યાંથી વિજાપુર જવા બસમાં બેથી હતી. એ દરમિયાન યુવતીએ પોતાનો ફોન બસની સીટમાં મુક્યો હતો. બાદમાં યુવતી ફોન લીધા વિના જ બસમાંથી ઉતરી ગઈ હતી
બાદમાં બસ નીકળી ગયા બાદ ફોન ચોરી થયાની જાણ થતાં યુવતી એ ડેપો મેનેજરને ફોન ચોરી અંગે જાણ કરતા ડેપો મેનેજર એ બસ કંડકટરને કોલ કરી ફોન અંગે પૂછતા ફોન બસમાં ન હોવાનું જણાવ્યું હતું. જે મામલે યુવતીએ 6990 કિંમતના ફોન ચોરી અંગે વિજાપુર પોલીસમાં ચોરીની ફરિયાદ નોંધાવી હતી.