ઊંઝા ખાતે મોદી વિકાસ મંડળ દ્વારા સમારોહ યોજાયો
ઊંઝામાં મોદી સમાજ વિકાસ મંડળ આયોજિત અગિયારમો ઇનામ વિતરણ સમારોહ સોમાભાઈ મોદીની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. મોદી સમાજના આગેવાનો તેમજ આવેલા મહેમાનોએ મોદી સમાજના અભ્યાસ કરતા વિધાર્થીઓને આગળ વધી પ્રગતિ કરે, સમાજનું અને પોતાના પરિવારનું નામ રોશન કરે એવા આશીર્વાદ આપ્યા હતા. આ કાર્યક્રમમાં દિનેશ પટેલે સમાજને પ્રેરણારૂપ પ્રવચન આપ્યું હતું. અતિથિ વિશેષ તરીકે રાજુ મોદી તથા દાતાઓ હાજર રહ્યા હતા.
ઊંઝાના રમણવાડી દૂધની દેશ ખાતે શ્રીજી કન્સ્ટ્રક્શન દ્વારા મહા પ્રદર્શન કોમ્બોનું આયોજન કરાયું હતું. આ મહા એક્ઝિબિશન કોમ્બોમાં ઊંઝા નગરપાલિકા પ્રમુખ સહિત શહેરના અને ગ્રામ્યના આગેવાનો સાથે ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. આ મહા પ્રદર્શનમાં મહિલાઓથી મહિલાને જોડવાનું કામ કર્યું છે. જેમાં મહિલાઓને સાચી દિશા તેમજ પ્રેરક ચીજવસ્તુઓ મળી રહે અને ઓછા ભાવ અને અનેક ચીજવસ્તુઓની સસ્તી ખરીદી અંગે પ્રેરણા મળી રહે એ હેતુસર આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં પ્રદર્શન અંગે વિસ્તૃત માહિતી આપી હતી.