ઊંઝા તાલુકાના ભુણાવ ગામેથી પસાર થઇ રહેલ ઇનોવા ગાડીમાંથી વિદેશી પકડાયો
ઊંઝા પોલીસે વિદેશી દારૂ સાથે એક ઈસમને ઝડપ્યો: ઊંઝા તાલુકાના ભુણાવ ગામે ચોકડી પર એક ઇનોવા ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો ભરી લઈ જવામાં આવી રહયો છે. તેવી બાતમી ઊંઝા પોલીસને મળતાં પોલીસે વોચ ગોઠવી સદર ગાડી આવતા ગાડીમાંથી વિદેશી દારૂ અને ટીન બોટલ નંગ ૯૯૧ કિંમત રૂપિયા ૧,૫૬,૮૪૭ સહિત મોબાઇલ ફોન અને ઇનોવા ગાડી મળી કુલ રૂપિયા ૫,૬૬,૮૪૭ ના મુદામાલ સાથે એક ઇસમને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, ઊંઝા પો.ઇન્સ. આર.જે.ધડુકની સુચના મુજબ આજ રોજ આર.બી.બોડાત પોલીસ સબ ઇન્સપેકટર વિ.પોલીસના માણસો સાથે કહોડા ગામે પેટ્રોલીગમાં હતા. તે વખતે સાથેના પાર્થકુમાર નરસિંહભાઇ અ.પો.કો તથા ભાવેશકુમાર ગણેશભાઇ અ.પો.કો નાઓને સંયુકત ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, એક કાળા કલરની ટોયોટા કંપનીની ઇનોવા ગાડીમાં ગે.કા.અને વગર પાસ પરમીટનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ લઇ કહોડા તરફથી આવી દાસજ ખાતેથી પસાર થનાર છે.
જે હકીકત આધારે ભુણાવ ચોકડી નાળા ઉપરથી પોતાના કબ્જાની ટોયોટા કંપનીની ઇનોવા ગાડી આવતા ગે.કા. અને વગર પાસ પરમિટનો ભારતીય બનાવટનો વિદેશી દારૂની અલગ અલગ બ્રાંડની કુલ બોટલો ટીનો નંગ-૯૯૧ પેટી નં-૩૦ તથા આશરે કુલ લીટર ૩૦૯ કિંમત રૂપિયા ૧,૫૬,૮૪૭ તથા ઇનોવા ગાડી કિંમત રૂપિયા ૪,૦૦,૦૦૦ તથા મોબાઇલ નંગ ૨ જેની કિંમત રૂપિયા ૧૦,૦૦૦ નો મળી કુલ મુદામાલ કિંમત રૂપિયા ૫,૬૬,૮૪૭ નો મુદામાલ સાથે એક ઇસમ રમેશકુમાર કાનજીભાઇ પાંચારામજી રબારી ઉ.વ.૪૦ રહે.નાગોલરી, કીલુપીયા જતા રોડ ઉપર આવેલ ખેતરમાં તા.જી.સાંચોર વાળાને ઝડપી લઈ પ્રોહિબેશન ધારા હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.