ખેરાલુમાં ATMમાં અચાનક આગ લાગી, ફાયર વિભાગે કાબૂ મેળવ્યો

મહેસાણા
મહેસાણા

મહેસાણા જીલ્લાના ખેરાલુની બજારમાં વહેલી સવારે આગની ઘટના સામે આવી છે. વિગતો મુજબ મેઇન બજારમાં ખારીકુઇ હરિસિદ્ધિ કોમ્પ્લેક્ષમાં આવેલા એક્સિસ બેન્કના એટીએમમાં સવારે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જેથી સ્થાનિકો દ્રારા તાત્કાલિક અસરથી આગ બુઝાવવા દોડધામ કરાઇ હતી. આ દરમ્યાન ફાયરની ટીમને જાણ કરાતાં દોડી આવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. અચાનક ભભૂકી ઉઠેલી આગને કારણે એટીએમમાં મોટું નુકશાન થયાનું સામે આવ્યુ છે.

ખેરાલુમાં એટીએમમાં આગ લાગ્યાની ઘટના સામે આવી છે. ખેરાલુ શહેર સહિત મહેસાણા જીલ્લામાં વહેલી સવારની વરસાદ પડી રહ્યો છે. આ તરફ આજે સવારના સમયે ખેરાલુની બજારમાં આવેલા એટીએમમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. ઘટનાની જાણ થતાં પ્રથમ તો સ્થાનિકો દ્રારા આગને બુઝાવવાના પ્રયાસો શરૂ કરાયા હતા. જે બાદમાં ફાયરની ટીમ દ્રારા તાત્કાલિક દોડી આવી આગ ઉપર કાબૂ મેળવાયો હતો. જોકે હજી સુધી આગ લાગવાનું ચોક્કસ કારણ સામે નથી આવ્યુ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.