
મહેસાણાના મગપરા નજીક મોડી રાત્રે ડી.પીમાં આગ લાગી, વાયરિંગ બળીને ખાખ
મહેસાણા શહેર મા રાત્રે એકાએક મગપરા નજીક આવેલ દિપીમા આગ ભભૂકી ઉઠતા સ્થાનિક રહીશો દોડી આવ્યા હતા.ઘટના પગલે મહેસાણા પાલિકાના ફાયર વિભાગને જાણ કરતા ફાયર ટિમ ઘટના સ્થળે દોડી આવી લાઈટો બંધ કરાવી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.જોકે આગ ને કારણે ડી.પી નું વાયરિંગ બળીને ખાખ થઈ ગયું હતું.
મહેસાણા શહેરમાં કાલે રાત્રે 11 કલાકે મગપરા રોડ સધી માતાજીના મંદિર પાસે આવેલ ડીપીમાં એકાએક આગ લાગતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા.ઘટનાની જાણ મગપરામાં રહેતા રહીશોએ મહેસાણા પાલિકાને સમગ્ર ઘટના પગલે જાણ કરતા પાલિકાની ફાયર ટિમો દોડી આવી હતી.તપાસ કરતા જાણવા મળ્યું કે ફ્યુઝ મીટર બોક્સ માં આગ લાગતા આસપાસના વિસ્તારમાં લાઈટો બંધ કરાવી 500 લીટર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.