
વિસનગરના ઉદલપુર ગામે ઉકરડામાં છાણ નાખવા બાબતે બે પક્ષો વચ્ચે મારામારી
વિસનગર તાલુકાના ઉદલપુર ગામે ઉકરડામાં છાણ નાખવા જેવી નજીવી બાબતે બે પક્ષો વચ્ચે બોલાચાલી થઈ. બાદમાં ગડદાપાટુનો માર મારી તેમજ બન્ને પક્ષની મહિલાઓ પર છેડતી કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી. બન્ને પક્ષોની ફરિયાદના આધારે વિસનગર તાલુકા પોલીસે 7 શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
તાલુકાના ઉદલપુર ગામે રહેતા કૈલાસબેન અશ્વિનભાઈ પટેલ તેમની ફરિયાદમાં જણાવે છે કે, તેઓ તેમની દીકરી સાથે રબારીવાસ સામે ખુલ્લી જગ્યામાં ઉકરડામાં છાણ નાખવા માટે ગયા હતા. જ્યાં ગામના વતની રબારી જીગર નાગજીભાઈ ત્યાં હાજર હતા અને કાઈ પણ પૂછ્યા વગર કૈલાસબેનના સાડીનો છેડો ખેંચી નીચે પાડી દઈ છેડતી કરતા દીકરી ઉર્વશી વચ્ચે પડતાં તેને પણ માર માર્યો હતો.
જ્યાં જીગર રબારીનુ ઉપરાણું લઈ આવી માતા લસિબેન નાગજી, બહેન નેહલ તથા પિતા રબારી નાગજી આવી કૈલાસબેન તેમજ દીકરી ઉર્વશીને ગડદાપાટુંનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા કૈલાસબેન એ વિસનગર તાલુકા પોલીસ મથકમાં આ બનાવ અંગે ચાર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.