
કડીમાંથી કેમિકલ છોડતી ફેક્ટરી ઝડપાઈ
કડી તાલુકાના મોકાસણ ગામની સીમમાં આવેલા બિનઅધિકૃત અને લાયસન્સ વગરની કાપડના કેમિકલ બનાવતી ફેક્ટરીને કડી પોલીસે ઝડપી પાડી હતી. તેમજ એક ઈસમની ધરપકડ કરવામાં આવી હતી. મોકાસણ સીમા ચાલતી ગેરકાયદેસર કેમિકલ બનાવતી ફેક્ટરીમાં થોડાક મહિનાઓ અગાઉ પોલીસે રેડ કરીને મામલતદારને જાણ કરી હતી અને મામલતદાર દ્વારા આ કંપનીને સીલ મારવામાં આવ્યો હતો. લેભાગવું ફેક્ટરીના માલિકો દ્વારા ફરીથી ફેક્ટરીને ચાલુ કરતાં કડી પોલીસને માહિતી મળી હતી. જ્યાં કડી પોલીસ સ્ટેશનના પી.આઈ જેપી સોલંકી સહિતનો સ્ટાફ પહોંચી ફરીથી ફેક્ટરીને ઝડપી પાડી ગુનો દાખલ કર્યો હતો.કડી પોલીસ સ્ટાફના માણસો ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. જે દરમિયાન સ્ટાફના દેવદત્તસિંહને માહિતી મળી હતી કે, મોકાસણ સીમા એક ચરામાં ગેરકાયદેસર ફેક્ટરી રહી છે. જ્યાં પીઆઇ સહિત પોલીસ સ્ટાફના માણસો અલગ અલગ ટીમો બનાવીને સ્થળ ઉપર રેડ કરી હતી. જ્યાં ફેક્ટરીની અંદર અલગ અલગ મોટી ટાંકીઓ મળી આવી હતી. તેમજ કાપડ બનાવવાનું કેમિકલ બનાવતી હોવાનું બહાર આવ્યું હતું. ફેક્ટરીમાં હાજર આહિર મહેશની પોલીસે અટક કરી હતી. જેની પોલીસ દ્વારા પૂછતાછ કરાતા આશરે ત્રણ મહિના અગાઉ જ પોલીસે આ સ્થળે ફેક્ટરી ઉપર રેડ કરી હતી અને મામલતદારને જાણ કરીને ફેક્ટરીને સીલ મરવામાં આવ્યું હતું, પરંતુ કેટલો કાચો માલ પડી રહેલો હતો અને જે બગડે નહીં તે માટે ફેક્ટરી બિનઅધિકૃત અને પ્રદૂષણ વિભાગના લાયસન્સ લીધા વગર જ આ ફેક્ટરી ફરીથી ચાલુ કરવામાં આવી હતી જેવું બહાર આવ્યું હતું.
કડી પોલીસે મોકાસણ સીમની અંદર ગેરકાયદેસર કેમિકલની ફેક્ટરી રહી હતી જેવી માહિતી મળતા પોલીસે રેડ કરી હતી. જ્યાં ફેક્ટરીની આજુબાજુ ખેડૂતોના ખેતરમાં દૂષિત કેમિકલ વાળું પાણી છોડવામાં આવતું હતું તેવું પણ પોલીસને જોવા મળ્યું હતું. તેમજ પોલીસે તપાસ કરતા ખુલ્લામાં છોડાતા દૂષિત પાણીના પ્રદૂષણ ફેલાય તેમ જ ખુલ્લામાં છોડાતા કેમિકલ યુક્ત પાણીના કારણે પશુ પક્ષીને પણ નુકસાન થાય તેમ જ માનવ જાતને કેન્સર જેવા ભયંકર રોગો થવાની ભીતિ સેવાઈ રહી હોવાનું બહાર આવતા પોલીસે કંપનીને ઝડપી પાડી હતી. તેમજ ત્રણ લોકો સામે ગુનો દાખલ કર્યો હતો.કડી તાલુકાના મોકાસણ ગામની સીમા બિનઅધિકૃત રીતે ચાલી રહેલી કાપડ બનાવવાનું ગેર કાયદેસર કેમિકલ બનાવતી ફેક્ટરીને પોલીસે ઝડપી પાડી હતી. સ્થળ ઉપરથી સલ્ફેનિક એસિડની 50 બેગ, સોડિયમ બાયકોબોરનેટ 25 કિલો વજનની 40 બેગ મીઠાની 50 કિલો વજનની 302 સહિત રૂ. 3,12,500નો મુદ્દામાલ કબજે કરી મહેશ આહીર, જશપાલસિંહ ઝાલા, કૌશિક પંચાલ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.