
મહેસાણાના ઉચરપી ગામે ચૈત્ર મહિનાને લઇ એક ભક્તે આઠ દિવસ માટે સમાધિ લીધી
મહેસાણા જિલ્લામાં આવેલા ઉચરપી ગામે ચૈત્ર પૂનમના પ્રથમ દિવસે ગામમાં રહેતા એક ભક્ત દ્વારા સધી માતાજીના મંદિર પાસે ખાડો ખોડી તેમાં સમાધી લઇ લીધી છે.સમગ્ર મામલે સમાચાર આસપાસના ગામોમાં વહેતા મોટી સંખ્યામાં લોકો ઉચરપી ગામે ભક્તની સમાધી ના દર્શન કરવા આવી રહ્યા છે.ત્યારે આ ભક્ત આઠમના દિવસે જમીન માંથી ફરી એકવીસમી બહાર આવી પોતાના નિત્ય ક્રમ પ્રમાણે કામ પર લાગી જશે
ચૈત્રી મહિનાની શરૂઆત થઈ ગઈ છે.ત્યારે હાલમાં અનેક ભક્તો ધાર્મિક રીતે દેવી દેવતાઓની પૂજા અર્ચના કરતા હોય છે.ત્યારે મહેસાણા જિલ્લામાં આવેલા ઉચરપી ગામે 52 વર્ષના સધી માતાજી મંદિરના ભક્ત ભગવાન ભાઈ ચૌધરી 8 દિવસ માટે સમાધી લઈ લીધી છે જેમાં જમીનમાં 8 દિવસ રાત દિવસ રહી મતાજી સ્મરણ કરશે
મહેસાણા શહેરને અડીને આવેલા ઉચરપી ગામે રહેતા 52 વર્ષીય ભગવાન ભાઈ ચૌધરી પોતે વિકલાંગ હોવાથી છેલ્લા 25 વર્ષથી પોતાના માહોલમાં આવેલા સધી માતાજીના મંદિરમાં પૂજા અર્ચના કરે છે.તેમજ પોતાના માતા અને ભાઈના ઘરે રહી પોતાનું જીવન ગુજારે છે. 52 વર્ષીય ભગવાન ભાઈ અગાઉ 2004 થી 2006 સુધી ચૈત્ર મહિનામાં 8 દિવસ માટે જમીનમાં સમાધિ લઇ મતાજી ને સ્મરણ કરી પૂજા કરતા હોય છે.ત્યારે આજે એટલે કે 2023 માં પણ ચૈત્ર મહિનામાં માતાજીની આરાધના કરવા માટે ભુવાજી ફરી એકવાર જમીનમાં સમાધિ લીધી. છે