વિસનગરમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તેમજ ગ્રાહક સુરક્ષા મંડળે નકલી પનીર તેમજ ગ્રેવીઓના સેમ્પલ લીધા

મહેસાણા
મહેસાણા

વિસનગરમાં ગ્રાહકોને સારું તેમજ સ્વાદિષ્ટ અને તાજુ જમવાનું મળી રહે તે હેતુથી ગ્રાહક સુરક્ષા મંડળ તેમજ મહેસાણા ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા વિસનગરમાં આવેલી નામચીન હોટલોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાંથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે અખાદ્ય જથ્થાનો નાશ કરી અમુક હોટલોમાંથી નકલી પનીર, વેજીટેબલ ફેટ, રેડ ગ્રેવી, વાસી પનીર સહિતના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ એક્શનમાં આવતા ખાણી પીણી, હોટલોના વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.વિસનગરમાં આગામી તહેવારોને લઈ ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ સહિત ઉચ્ચકક્ષાએ અખાદ્ય વસ્તુઓનું વેચાણ કરતા શખ્સો સામે કડકમાં કડક કાર્યવાહી કરવા લેખિત રજૂઆત કરવામાં આવી હતી. જ્યાં ખાણી પીણીની લારીઓ, મીઠાઈની દુકાનો બાદ આજે શહેરમાં આવેલી નામચીન હોટલોમા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાંથી અમુક હોટલોમાથી મળેલો અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. જેમાં શહેરમાં આવેલી હેપ્પી જર્ની, શુકન હોટલ, હોટલ હિલ્ટોન, અતિથિ હોટલ, માટેલ હોટલ અને ઇટ એન્ડ ટ્રીટ હોટલમાં ચેકીંગ હાથ ધર્યું હતું.


ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગના ચેકીંગ દરમિયાન મહેસાણા ચોકડી પર આવેલી હેપ્પી જર્ની હોટલમાંથી શંકાસ્પદ પનીર અને વેજીટેબલ ફેટના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જ્યારે કાંસા ચોકડી પર આવેલી શુકન હોટલમાંથી નકલી બટર, રેડ ગ્રેવી, યલો અને બ્રાઉન ગ્રેવીના સેમ્પલ લેવાયા હતા અને ચીલી સોસ એક્સપાયર ડેટવાળો મળી આવ્યો હતો. કાંસા.એન. એ વિસ્તારમાં આવેલી હોટલ હિલ્ટોનમાંથી વાસી પનીર તેમજ 8 કિલો નકલી બટરના સેમ્પલ અને 5 કિલો અખાદ્ય ગુલાબજાંબુ, 5 કિલો ચાઇનીઝ મચ્યુરીયન, 4 કિલો સડેલા શાકભાજી અને 40 કિલો પંજાબી ગ્રેવીનો નાશ કરવામાં આવ્યો હતો. જ્યારે ઊંઝા રોડ પર આવેલી અતિથિ હોટલમાંથી રેડ ગ્રેવ નુ સેમ્પલ લેવામાં આવ્યું હતું.આ અંગે ગ્રાહક સુરક્ષા તાલુકા પ્રમુખ ભરતભાઈ પટેલે જણાવ્યું હતું કે, આજે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ મહેસાણા દ્વારા વિસનગરમાં આવેલી નામચીન હોટલોના ચેકીંગ કરવામાં આવ્યું હતું. જેમાંથી વેજીટેબલ ફેટ, નકલી પનીર તેમજ ગ્રેવીના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.