વિસનગરના ફતેહ દરવાજા વિસ્તારમાં બાઈક મૂકવા બાબતે કપાળમાં લોખંડની પાઇપ મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા 4 વિરૂદ્ધ ગુનો દાખલ
વિસનગરના ફતેહ દરવાજા વાલ્મીકિવાસમાં રહેતા સૂર્યકાંત ગોવિંદભાઈ મકવાણા તેમની નોકરી પૂરી કરી બાઈક લઇને ઘરે આવ્યા હતા. તે વખતે ઘરની બહાર ઓટલા આગળ એમની ઘરની પાછળ રહેતા સોલંકી કૌશિક બાબુભાઈ ઊભા હતા. તે વખતે કહેવા લાગ્યા કે, ‘તમે મારા ઘર આગળથી દૂર જાઓ મારે મારું બાઈક મૂકવું છે’. જેથી કૌશિક એકદમ ઉશ્કેરાઈ જઈ અપશબ્દો બોલતા સૂર્યકાંત ભાઈએ અપશબ્દો બોલવાની ના પાડતા વધુ ઉશ્કેરાઈ જઇ કાકા સોલંકી રાજેશ વિઠ્ઠલભાઈને બોલાવ્યા હતા. જેથી તેમની સાથે સોલંકી સુનીલ ઉર્ફે કાળુ કિરીટભાઈ સોલંકી, સોલંકી કિરીટ વિઠ્ઠલભાઈ તમામ (રહે. ફતેહ દરવાજા વાલ્મીકિવાસ) આવી ગડદાપાટુનો માર મારી લોખંડની પાઇપ કપાળમાં મારી ઇજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી સૂર્યકાંત મકવાણાએ ચારેય વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.