
નંદાસણ બ્રિજ નીચે દારૂની બોટલો ભરી જતી કાર ઝડપાઈ
કડી તાલુકાના નંદાસણ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન નંદાસણ ઓવર બ્રિજની નીચે વિદેશી દારૂની બોટલો ભરીને જતી ગાડીને ઝડપી પાડી હતી. તેમજ ગાડી લઈને જતા ઇસમની પણ ધરપકડ કરવામાં આવી હતી. કડી પોલીસે થોળ રોડ ઉપર આવેલ રાજીનગરમાં જુગાર રમતા ચાર ઈસમોને રૂપિયા 20,900ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ગુનો દાખલ કર્યો હતો.
કડી તાલુકાના નંદાસણ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ગ્રામ્ય વિસ્તારમાં જુગાર લગત અને પ્રોહિલગત કામગીરીમાં પ્રાઇવેટ વાહનમાં અલગ અલગ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. જે દરમિયાન તેઓને માહિતી મળી હતી કે મહેસાણાથી અમદાવાદ તરફ સ્વીફ્ટ ગાડી જઈ રહી છે. જે નંદાસણ બ્રિજની નીચે થઈને જવાની છે. જેમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડેલો છે. પોલીસે બાતમીની ખરાઈ કરીને બ્રિજના નીચે અલગ અલગ ટીમ બનાવીને કોર્નર કરીને વોચ ગોઠવી ઉભા હતા. જે દરમિયાન ઉપરોક્ત માહિતીવાળી ગાડી નીકળતા પોલીસે તેને ઝડપી પાડી હતી. ગાડીની અંદર તલાસી કરતા વિદેશી દારૂની બોટલો મળી આવી હતી.નંદાસણ બ્રીજ નીચેથી સફેદ કલરની શિફ્ટ ગાડી નંબર GJ.1 HP.8588 ગાડી ઝડપી ગાડીમાં બેઠેલ માનારામ ચૌધરી મૂળ રાજસ્થાન હાલ અમદાવાદને ઝડપી લીધો હતો. પોલીસે ગાડીની તલાસી કરતા વિદેશી દારૂ તેમજ બિયરના ટીન કુલ 55 મળી આવ્યા હતા. પોલીસે વિદેશી દારૂનો જથ્થો તેમજ ગાડી સહીત કુલ રૂપિયા 2,55,345નો મુદ્દામાલ કબજે કરી ગુનો દાખલ કર્યો હતો.