
મહેસાણામાં બુટલેગર દારૂ કટીંગ કરતો હતો ને પોલીસે રેડ કરી, મુખ્ય આરોપી ફરાર એક ઝડપાયો
મહેસાણા શહેરના માલગોડાઉન વિસ્તારમાં જૂની દુકાનો પાછળ બુટલેગર કનું ઠાકોર પોતાની ગાડીમાં વિદેશી દારૂ લાગી કટીંગ કરાવી રહ્યો હતો.બાતમી આધારે મહેસાણા બી ડિવિઝન પોલીસની ટીમે દરોડો પાડ્યો હતો. આ દરમિયાન બુટલેગર પોલીસને ચકમો આપી દારૂ ભરેલ ગાડી લઇ રફુચક્કર થઈ ગયો તેમજ સ્થળ પરથી અન્ય એક સાગરીત દારૂ સાથે ઝડપાઇ ગયો હતો.
મહેસાણાના માલગોડાઉન રોડ પર રસીકલાલ લહેરચંદ ખંડના વહેપારી લખેલા જુના કોમ્પ્લેક્સ પાછળ દુકાનોની આડમાં બુટલેગર કનું ઠાકોર પોતાની ટોયોટા ગાડીમાં વિદેશી દારૂ લાવી કટીંગ કરવી રહ્યો હતો મહેસાણા બી ડિવિઝન પોલીસ સ્ટાફ બુટલેગર ને ઝડપવા ગોઠવાઈ ગઈ હતી જ્યાં બુટલેગર કનું ઠાકોર પોતાની ગાડીમાં રહેલ દારૂ કટીંગ કરાવી રહ્યો હતો એ દરમિયાન પોલીસે દરોડો પાડ્યો તેમજ પોલીસને જોઈ જતા કનું ઠાકોર પોતાની ગાડી લઇ રફુચક્કર થઈ ગયો તેમજ અન્ય આરોપીઓ પોતાના એકટીવા સ્થળ પર મૂકી ફરાર થઇ ગયા હતા.જ્યાં એક શખ્સ દારૂ સાથે ઝડપાઇ ગયો હતો પોલીસે ગોવિંદ જી ઉર્ફ કાળું ઠાકોર ને ઝડપી લીધો હતો.