ખેરાલુમાં ગેરકાયદેસર પ્રેક્ટીસ કરતો બોગસ ડોક્ટર ઝડપાયો

મહેસાણા
મહેસાણા

ખેરાલુ તાલુકાના ગામેથી મહેસાણા SOG અને આરોગ્ય વિભાગે સંયુક્ત કાર્યવાહી કરી બોગસ ડોક્ટર ઝડપી પાડ્યો છે. ચોક્કસ બાતમી આધારે SOG અને આરોગ્ય તંત્રએ ઘટનાસ્થળે પહોંચી ઇસમને ઝડપી પાડ્યો હતો. આ સાથે તેની પાસે કોઇપણ પ્રકારનું તબીબી પ્રેક્ટિસનુ એલોપેથિક માન્યતા પ્રાપ્ત ડિગ્રી ન હોવાનું ખુલ્યુ હતુ. જેથી SOG અને આરોગ્ય તંત્ર દ્રારા દવા સહિતનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ સાથે ઇસમ સામે ખેરાલુ પોલીસ મથકે ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે.

મહેસાણા SP ડો.પાર્થરાજસિંહ ગોહિલે જીલ્લામાં બોગસ ડોક્ટરો સામે કાર્યવાહી કરવા સુચના આપેલ છે. જે અનુસંધાને SOG PI એ.એમ.વાળાના માર્ગદર્શન હેઠળ SOG PSI અનિરૂધ્ધસિંહ રોઝની ટીમે કાર્યવાહી કરી છે. SOGને મળેલ બાતમી આધારે ખેરાલુ THO ડો.કેતનકુમાર પટેલ સહિત SOG અને આરોગ્યની ટીમે તાલુકાના કુડા ગામેથી ઠાકોર ચતુરજી ઉર્ફે સતીષકુમારને ઝડપી પાડ્યો છે. આ ઇસમ ઠાકોર જયંતિજીના મકાનમાં ડીગ્રી વગર તબીબીની પ્રેક્ટીસ કરતો હોવાનું ખુલ્યુ છે.

મહેસાણા જીલ્લામાં સતત બીજા દિવસે બોગસ ડોક્ટર ઝડપાયો છે. મહેસાણા SOG અને આરોગ્યની ટીમે ચોક્કસ બાતમી આધારે કાર્યવાહી કરી દવાઓ અને મેડીકલ સાધનો સહિત 10,894નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ સાથે તાલુકા આરોગ્ય અધિકારી ડો.કેતનકુમાર પટેલે ઇસમ સામે ખેરાલુ પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવી છે. સમગ્ર મામલે ખેરાલુ પોલીસે ઇસમ સામે ધી ગુજરાત મેડીકલ પ્રેક્ટિશ એક્ટ 1963ની કલમ 30 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.