વિસનગરના નૂતન હોસ્પિટલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ તથા નિઃશુલ્ક મેમોગ્રાફી ટેસ્ટનું આયોજન કરાયું

મહેસાણા
મહેસાણા

સાંકળચંદ યુનિવર્સિટી સંલગ્ન નુતન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર, વિસનગર સંચાલિત નૂતન જનરલ હોસ્પિટલ અને રોટરી ક્લબના સંયુક્ત ઉપક્રમે ભારતના પૂર્વ નાયબ વડાપ્રધાન અને લોખંડી પુરુષ એવા પૂજ્ય સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે નૂતન હોસ્પિટલ ખાતે બહેનો માટે સ્તન કેન્સર માટે ડોક્ટર દ્વારા નિઃશુલ્ક તપાસ નિદાન અને મેમોગ્રાફી ટેસ્ટનું આયોજન કરાયું હતું. જેમાં રકતદાન કેમ્પમાં રકતદાન કરનાર દાતાઓને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.નૂતન બ્લડ બેન્ક અને સેવાકીય સંસ્થાઓ જેવી કે રોટરી ક્લબ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, આર એસ એસ, ભારત વિકાસ પરિષદ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વગેરેના સહયોગથી મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રકતદાન કર્યું હતું.


વિસનગરમાં શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ સરદાર વલ્લભભાઈ પટેલના જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કાંસા ચોકડી ખાતે તેમજ બજરંગ ચોક ખાતે આવેલી પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી સરદાર પટેલના નારા ઉચ્ચારવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ મનીષ પટેલ, પાલિકા પ્રમુખ ઉત્તમ પટેલ સહિત હાજર રહ્યા હતા.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.