મહેસાણામાં ખેતરેથી પરત ફરતાં બાઇકચાલકને ટ્રેક્ટરે અડફેટે લેતાં ઘટનાસ્થળ જ મોત

મહેસાણા
મહેસાણા

વિજાપુર તાલુકાના ગામે માર્ગ અકસ્માતની ઘટનામાં બાઇક સવાર યુવકનું મોત થતાં ચકચાર મચી ગઇ છે. ગુરૂવારે રાત્રે ખેતરમાંથી ઘરે જઇ રહેલાં બાઇકસવાર યુવકને એક બેફામ ટ્રેક્ટર ચાલકે અડફેટે લીધો હતો. જેમાં ટ્રેક્ટરની ટક્કરે યુવકનું બાઇક તુટી ગયુ તો યુવકને પણ ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચતાં સ્થળ પર જ તેનું કમકમાટીભર્યુ મોત થયુ હતુ. ઘટના બાદ ચાલક ટ્રેક્ટર સ્થળ પર મુકીને ફરાર થઇ ગયા બાદ સ્થાનિકોએ પોલીસને જાણ કરતાં લાડોલ પોલીસે ફરાર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મહેસાણા જીલ્લાના વિજાપુર તાલુકાના રામપુર(કોટ) ગામે અકસ્માતની ઘટનામાં યુવકનું મોત થયુ છે. રામપુર(કોટ) ગામના કનુજી તીતાજી ચૌહાણ ગત ગુરૂવારે રાત્રે ખેતરથી બાઇક લઇને પરત ઘરે આવી રહ્યા હતા. આ દરમ્યાન અચાનક એક બેફાબ બનેલાં ટ્રેક્ટરે ઓવર સ્પિડમાં આવી બાઇકને અડફેટે લીધુ હતુ. આ તરફ અકસ્માતમાં ગંભીર પ્રકારની ઇજાઓને કારણે કનુજીનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યુ હતુ.

મહેસાણા જીલ્લામાં વધતાં જતાં માર્ગ અકસ્માતના બનાવોમાં વધુ એકનો ઉમેરો થયો છે. વિજાપુર તાલુકાના રામપુર પાસે અકસ્માતની ઘટનામાં ખેતરેથી પરત ઘરે જતાં યુવકનું મોત થતાં સ્થાનિકો સહિતના એકઠા થઇ ગયા હતા. આ તરફ અકસ્માત સર્જીને ચાલક ટ્રેક્ટર ઘટનાસ્થળે જ મુકીને ફરાર થઇ ગયો હતો. સમગ્ર મામલે મૃતકના ભાઇએ ફરાર ટ્રેક્ટર સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે. પોલીસે ફરાર ચાલક સામે આઇપીસી 304A, 279, 337, 338 અને મોટર વાહન અધિનિયમની કલમ 177, 184, 134 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.