ઊંઝા માં પાર્કીંગમાં પાર્ક કરેલી બાઈક ગઠિયો ઉઠાવી ગયો
ઊંઝા શહેરમાં વાહન ચોરીની ઘટનાઓ બની રહી છે. છાશવારે વાહન ચોરીના બનાવોને લઈને આમ જનતા હેરાન થઇ રહી છે. પાર્કિંગ કરેલા વાહન ચોરી થવાની ઘટનાઓને લઈને લોકો વાહન પાર્કિંગ કરતા પણ ડરી રહ્યા છે. આ બાબતે સ્થાનિક તંત્ર દ્વારા કડક પગલાં ભરવામાં આવે એવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.
ખેરાલુ તાલુકાના બળાદ ગામના નરપતસિંહ જેઓ સતલાસણા સિવિલ કોર્ટમાં આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવે છે. જે પોતાનું બાઈક લઈને અને સાથે તેમનો કાકાનો દીકરો જીતેન્દ્રસિંહ ઊંઝા હરસિદ્ધ હોસ્પિટલમાં કામ અર્થે આવેલા. જેમાં બાઈક પાર્કિંગ કરીને કામ બાબતે હોસ્પિટલમાં ગયેલા. જયારે કામ પૂરું થયું ત્યારે પાર્ક કરેલું બાઈક જીતેન્દ્રસિંહ લેવા ગયા એ દરમ્યાન પાર્ક કરેલું બાઈક જગ્યા ઉપર જોવા મળેલ નહીં. જેમાં આજુબાજુ તપાસ કરતા બાઈક મળી આવ્યું નહીં. જેને લઈને નરપતસિંહે ઓનલાઇન ઈ-એફ.આઈ.આર નોંધાવી હતી. ત્યારબાદ આજરોજ ઊંઝા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલી. જેમાં ઊંઝા પોલીસે કોઈ અજાણ્યા ચોર ઈસમો બાઈક ચોરી કરી ગયા હોવાનું જણાવતા ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.