
મહેસાણાની વિદ્યાર્થિનીના આપઘાત મામલે મોટો ખુલાસો :પ્રેમ સંબંધ રાખવાની ના પાડતા વિદ્યાર્થીએ ગળુ દબાવીને હત્યા કરી
હેસાણાની ફાર્મસી કોલેજમાં વિદ્યાર્થિનીના આપઘાત મામલે હવે નવો ખુલાસો સામે આવ્યો છે. વિદ્યાર્થિની આત્મહત્યાની આશંકા વચ્ચે હવે હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે. વડસ્મા ગામ નજીક આવેલી સત્સંગી સાકેતધામ રામ આશ્રમ શૈક્ષણિક સંકુલમાં ચાર દિવસ પહેલા લેબોરેટરીમાંથી વિદ્યાર્થિનીનો મૃતદેહ મળ્યો હતો. આ મામલે લાંઘણજ પોલીસે કરેલી તપાસમાં ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે.
વિદ્યાર્થી પ્રણવે ગળું દબાવીને આ વિદ્યાર્થિનીની હત્યા કર્યાનું સામે આવ્યું છે. વિદ્યાર્થિનીએ પ્રેમ સંબંધ રાખવાની ના પાડતાં પ્રણવે ગળુ દબાવીને તેની હત્યા કરી હતી. હત્યા કર્યા બાદ આરોપીએ મોબાઈલ ગ્રુપમાં અયોગ્ય મેસેજો પણ ફરતા કર્યા હતા.લાંઘણજ પોલીસે આ મામલે આરોપી સામે ફરિયાદ નોંધીને તેની ધરપકડ માટેના ચક્રો ગતિમાન કર્યા છે.