વિજાપુરમાં 16 વર્ષની વિદ્યાર્થિની ટ્યુશન જવાનું કહીને ગઇ ને ઘરે પરત જ ન ફરી

મહેસાણા
મહેસાણા

મહેસાણા જિલ્લામાં આવેલા વિજાપુર શહેર માં ઘરેથી ટ્યુશન જવા નીકળેલ સગીરા મોડે સુધી પરત ન આવતા પરિવાર જનોએ શોધખોળ આદરી બાદમાં દીકરી ક્યાંય ન મળતા આખરે વિજાપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

મહેસાણા જિલ્લામાં આવેલા વિજાપુર શહેરના એક વિસ્તારમાં રહેતી 16 વર્ષ 3 માસની સગીરા 30 તારીખે વહેલી સવારે છ કલાકે પોતાના ઘરેથી ટ્યુશન જવાનું કહી નીકળી હતી જે બાદમાં મોડે સુધી ઘરે પરત ન ફરતા પરિવાર જનોએ આસપાસ તપાસ આદરી હતી બાદમાં દીકરી ક્યાંક ન મળતા આખરે વિજાપુર પોલીસ મથકમાં કલમ 363 મુજબ ફરિયાદ નોંધાવી હતી પોલીસે સમગ્ર મામલે આ કેસમાં વધુ તપાસ આદરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.